ઝી બ્યુરો/ગાંધીનગર: ગરમીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર મે મહિનો મે મહિના જેવો નહિ લાગે. પહેલીવાર મે મહિનામાં ઓછી ગરમી અનુભવાશે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત આવી રહેલા પલટાને કારણે આ વર્ષે મે મહિનામાં ઓછી ગરમી લાગશે. પરંતુ હાલ હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના આ વિસ્તારમાં વરસાદ શરૂ
અમદાવાદ શહેરના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં SG હાઈવે, બોપલ, ગોતા, સેટેલાઈટમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે સરખેજ, વાસણા, જીવરાજ પાર્ક, પાલડીના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેવી જ રીતે વાડજ, નારણપુરા, મેમનગર, શિવરંજનીમાં વરસાદ પડી રહ્યો છે.


3 કલાક માટે હવામાન વિભાગની આગાહી
રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી છાંટા પડી રહ્યા છે. 4 વાગ્યાથી શરૂ થતા 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.  જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ , ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ પણ 40 કિ.મી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરાઈ છે.


BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ DySpની અચાનક બદલી


હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. 


જૂનાગઢના ડોક્ટરે ગાયના છાણનું પેઈન્ટ કરાવ્યું, ઉનાળામાં વગર ACએ મળે છે એકદમ ફુલ ઠંડક


હવામાન ખાતાના એક્સપર્ટસના અનુસાર, ગુજરાત સહિત દેશમાં મે મહિનામાં કાળઝાળ ગરમીની શક્યતા નહિવત્ દેખાઈ રહી છે. અલ નીનોની અસરથી દેશમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સના લીધે ગરમી ઓછી રહેવાની શક્યતા છે. ગુજરાતમાં મે મહિનામાં 43 ડિગ્રીથી તાપમાન વધવાની શક્યતા નહિવત્ છે. 15 થી 31 મે દરમિયાન સરેરાશથી તાપમાન સામાન્યથી ઓછું રહેશે. 


ગોધરા કલેક્ટર કચેરીમાં મચી ગઈ ભાગદોડ, એક નાનકડી બાળકી સહિત 8 લોકો બન્યા શિકાર


ગરમીના દિવસોમા અમદાવાદ સૌથી વધુ તપે છે. અનેકવાર અમદાવાદમાં મે મહિનામા ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉંચો જતો રહે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં મે મહિનામાં આગ ઝરતી ગરમી પડવાની સંભાવના ઓછી છે. આ વખતે ગુજરાતમાં ગરમીનો પારો બહુ ઉંચે નહિ જાય. આ અંગે હવામાન નિષ્ણાતોનં કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કમોસમી વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં સૌથી વધુ વાતાવરણનો પલટો અનુભવાયો છે. જેથી એપ્રિલમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે. આવામાં મે મહિનો પણ સારો જશે. 


શાઈસ્તા-બ્રિજેશની દર્દનાક લવસ્ટોરીમાં વળાંક, યુવતીના મોત અંગે ચોંકાવનારો PM રિપોર્ટ


કાળઝાળ ગરમીથી રાહત મળશે
આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે. ગરમીનો પારો ડાઉન થશે. તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15 થી 25 ડિગ્રી જવાનુ અનુમાન છે.