ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં આવનાર પાંચ દિવસમાં ભારે ગરમીની આગાહી છે. ત્યારે અમદવાદમાં વાતાવરણ વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કારમાં આવ્યું છે. આવનાર પાંચ દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી અડી શકે એમ છે. ત્યારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડવાની શક્યતાઓ વાતાવરણના નિષ્ણાતો જણાવી રહયા છે.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં આવનાર પાંચ દિવસમાં ભારે ગરમીની આગાહી છે. ત્યારે અમદવાદમાં વાતાવરણ વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કારમાં આવ્યું છે. આવનાર પાંચ દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી અડી શકે એમ છે. ત્યારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડવાની શક્યતાઓ વાતાવરણના નિષ્ણાતો જણાવી રહયા છે.
મહત્વનું છે, કે રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. જેથી મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.
જામનગર: કલેક્ટરનો નવતર પ્રયોગ, કોમનમેન બન્યા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર
કાળઝાળ ગરમીને કારણે શનિવારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. પાલિકાએ લોકોને તડકામાં કાળજી રાખવાની સલાહ આપી છે. રાજકોટ મ્યુ.કમિશનરે કહ્યું છે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે.