આણંદ: ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Prohibition) હોવાછતાં બુટલેગરો (Bootleggers) બિન્દાસ બની દારૂનો વેપલો કરી રહ્યા છે. અવાર નવાર ગુજરાત (Gujarat) માં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. પોલીસ (Police) ની સતત વોચ રહેતી હોવાછતાં બુટલેગરો (Bootleggers) અવનવા નુસખા અજમાવી દારૂની ખેપ મારતા હોય છે. ત્યારે આણંદ (Anand) નજીકથી દારૂ ભરેલી ટ્રકને પોલીસે (Police) ઝડપી પાડી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી


પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ (Police) પેટ્રોલિંગ દરમિયાન વાસદ તરફથી આવી રહેલો ટ્રક તારાપુર નિકળ્યો હોવાની પોલીસ (Police) ને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસ આણંદ (Anand) ચોકડી પાસે વોચ ગોઠવી દીધે હતી. ટ્રક આવતાં તેને રોક્યો હતો અને તલાસી લેતાં 12 લાખ 30 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 2460 બોટલો મળી આવી હતી. 

Mobile ચાર્જિંગમાં રાખી વાત કરનારા ચેતી જજો! દેસાઇ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી


પોલીસે (Police) ટ્રકમાં બેસેલા બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે (Police) ટ્રકમાં બેઠેલા વ્યક્તિઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ ભેરારામ ભાકરારામ બીશ્નોઈ, મનોહરલાલ ખેરાજરામ બીશ્નોઈ હોવાનું જણાવતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube