Aravalli દારૂકાંડ બાદ LCB ની ઓફિસમાંથી જ પોલીસે ઝડપ્યો વિદેશી દારૂ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ
અરવલ્લી LCB ના દારૂકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. LCB ઓફિસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યા પર દારૂ સંતાળવામાં આવ્યો હતો. LCB ઓફિસમાંથી સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો છે
સમીર બલોચ/ અરવલ્લી: અરવલ્લી LCB ના દારૂકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. LCB ઓફિસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યા પર દારૂ સંતાળવામાં આવ્યો હતો. LCB ઓફિસમાંથી સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો છે. જેને લઇને અરવલ્લી LCB PI આર કે પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને વિદેશી દારૂ મળી આવતા LCB PI સહિત અન્ય 3 પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અરવલ્લીના પોલીસ ઇતિહાસની શરમજનક ઘટના સામે આવી છે. ગઇકાલે દારૂની હેરાફેરી કરતા પોલીસ બુટલેગરનો ચહેરો સામે આવ્યો હતો. એલસીબીએ બ્રાન્ડેડ દારૂ ભરેલું આઈસર ઝડપ્યા બાદ જિલ્લા પોલીસ વડાની ઓફિસ પાછળથી જ બે પોલીસ કર્મી અને એક કારની પાછળ પાયલોટિંગ કરનાર શખ્સ સહિત પોલીસ કર્મીઓ ખાનગી કારમાં દારૂ ભરી અન્ય જગ્યાએ દારૂ પહોંચાડવા ખેપ મારવા ગયા હતા. તે દરમિયાન દારૂ ભરેલી કાર ખાડામાં ખાબક્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો:- Petrol-Diesel બાદ CNG માં ભાવ વધારો, રાંધણ ગેસમાં પણ વધારાથી Kitchen Queen મૂઝવણમાં
ત્યારે અરવલ્લીમાં LCB ના દારૂકાંડ મામલે જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, દારૂ કાંડમાં સંડોવાયેલા વધુ એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બે દિવસમાં ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી LCB પીઆઇ આર કે પરમાર હાલ ફરાર છે. ગુનો દાખલ થતા પહેલા જ પીઆઇ સિક લિવ લઇને ફરાર થઈ ગયો છે.
આ પણ વાંચો:- Local Body Elections માં કોરોના સંક્રમિત દર્દીઓ પણ કરી શકશે મતદાન, જાણો શું છે ગાઈડલાઈન
એસપી ઓફરિસના સીસીટીવી તેમજ દારૂનો બેચ નંબર સરખો મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવશે. ટાઉન પોલીસે સાત પેટી દારૂ LCB ઓફિસમાંથી ઝડપી પાડી છે. ત્યારે આ મામલે ફરાર પીઆઇ અને કોન્સ્ટેબલને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube