આદિવાસીઓ દ્વારા કબ્જો કરેલ જંગલની જમીન ખાલી કરાવા ગયેલા વનકર્મીઓ પર હુમલો
પંચમહાલ જિલ્લાના કાલીયાવાવના જંગલમાં જિલ્લા બહારથી આવેલા આદિવાસીઓના ટોળા દ્વારા ગેરકાયદે કબ્જો કરવાની હિલચાલ રોકવા જતા વનકર્મીઓ પર મારક હથિયારો સાથે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પંચમહાલ અને દાહોદના આદિવાસીઓ સરકાર સામે બાયો ચઢાવી બળવો કરવા આવ્યા હોય તેવી ચકચારી ઘટના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે આવેલ જંગલમાં બનવા પામી છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલ જિલ્લાના કાલીયાવાવના જંગલમાં જિલ્લા બહારથી આવેલા આદિવાસીઓના ટોળા દ્વારા ગેરકાયદે કબ્જો કરવાની હિલચાલ રોકવા જતા વનકર્મીઓ પર મારક હથિયારો સાથે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પંચમહાલ અને દાહોદના આદિવાસીઓ સરકાર સામે બાયો ચઢાવી બળવો કરવા આવ્યા હોય તેવી ચકચારી ઘટના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે આવેલ જંગલમાં બનવા પામી છે.
જેમાં મધ્ય પ્રદેશ ,દાહોદ તેમજ પંચમહાલ વિસ્તાર 500થી વધુ આદિવાસીઓ મારક હથિયારો તેમજ સ્થાયી વસવાટ કરવાના ઈરાદા સાથે જંગલમાં જમીનનો કબ્જો કરવાના ઇરાદે એકઠા થયા હતા. જોકે આ વાતની જાણ વન વિભાગને થતા વનવિભાગના અધિકારીઓ કાફલા સાથે કાલીયા વાવ ધસી ગયા જ્યાં પુછપરછ દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને એકઠા થયેલ આદિવાસીઓએ મારક હથિયારો વડે હુમલો કર્યો જેમાં 4 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ડરના કારણે નહિ શિબિર માટે ધારાસભ્યો બાલારામ રીસોર્ટમાં લવાયા: પરેશ ધાનાણી
આ મામલામાં ગોધરા પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા મોટું ધીંગાણું થતા અટક્યું હતું. પોલીસ અને વન વિભાગે કોમ્બિંગ કરી ઘટના સ્થળેથી 70 જેટલા આદિવાસીઓને ઝડપી લીધા હતા. જંગલની જમીન સરકાર આદિવાસીઓને આપવાની હોવા બાબતે લાલચ આપી ભાઈજી ભાઈ કટારા નામના એક શખ્સ દ્વારા દાહોદ તેમજ મધ્યપ્રદેશ વિસ્તારના આદિવાસીઓની પાસેથી નાની મોટી રકમ ઉઘરાવવામાં આવી અને નક્કી કરેલ દિવસે આ આદિવાસીઓને ગોધરાના કાલીયાવાવ ખાતે બોલાવવામાં આવ્યા હતા.
સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા
હાલ પોલીસ પકડાયેલા આદિવાસીઓનું ઇન્ટરોગેશન કરી રહી છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ આદિવાસીઓ જોડે કોઈએ ઠગાઈ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જોકે પોલીસ દ્વારા અટક કરાયેલ 70 જેટલા શખ્સો પાસેથી કેટલાક સંગઠનોના આઈકાર્ડ તેમજ સાહિત્ય મળી આવતા કોઈ મોટી ગેરકાયદે પ્રવૃત્તિમાં આ તમામ લોકો યેનકેન પ્રકારે કનેક્શન ધરાવતા હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આ મામલામાં ભયજી ભાઈ કટારાનું ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહો છે. અને પોલીસ હાલ તો આ ભયજી ભાઈને શોધવાની દિશામાં આગળ તપાસ કરી રહી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, વરસાદથી ધારીમાં એક દિપડાનું મોત
ગોધરાના કાલીયાવાવ ખાતે ભેગા થયેલ આદિવાસીઓ જંગલ માં ગેરકાયદે પ્રવેશ કરી કબ્જો જમાવે તે પહેલા પહોંચી ગયેલ જિલ્લા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર આદિવાસીઓ દ્વારા મારક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો જોકે ગોધરા પોલીસ સમયસર આવી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ એમ લાગી રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કાફલો બસમાં આબુ જવા રવાના
જોકે હાલ તો પોલીસએ 70 લોકોને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે દેશમાં કેટલાક વિસ્તારોમાં થઇ રહેલ નકસલી પ્રવૃત્તિના ભાગ રૂપ શું આ ઘટના ગુજરાતમાં નક્સલી પ્રવૃત્તિનો પગ પેસારો છે કે, કેમ તે તો તપાસ દરમિયાન જ ખબર પડશે.