• કમલેશ લાબડીયા, પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીનું સારવાર દરમિયાન થયું હતું મોત

  • ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં SIT કરશે તપાસ

  • રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ તપાસની કરી હતી માંગ


ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2 માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું મોત થયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વકીલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી 306, 406, 384, 114, 120-બી મુજબ ગુનો નોંધ્યો હતો.


આ પણ વાંચો:- મ્યુકોરમાઇકોસિસના 50% દર્દીનાં મોત, કેસમાં ઉછાળો


આ બંનેએ કાવતરુ કરી કમલેશભાઇનું 1 કરોડ 29 લાખના મકાનનો સોદો કરી સુધીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો.


આ પણ વાંચો:- રાજકોટમાં રમતાં રમતાં 5 માળેથી 3 વર્ષનું બાળક પટકાતા મોત, નેપાળી પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર


આ કેસમાં ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તલસ્પર્શી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા રહેશે. એસીપી જે. એસ. ગેડમ તથા એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ ઉંડાણપુર્વક તપાસ કરી મુળ સુધી પહોંચશે.


આ પણ વાંચો:- અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'


હાલ પોલીસે આરોપી દિલીપ કોરાટની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. જ્યારે વકીલ આર.ડી.વોરા ફરાર હોવાથી શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આર.ડી.વોરાના પાસપોર્ટ પણ કબ્જે કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube