આણંદના પૂર્વ ધારાસભ્ય અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલનું CORONA ને કારણે અવસાન
આંણદના પુર્વ ધારાસભ્ય અને મંત્રી રોહિત પટેલનું અવસાન થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોનાથી તેમને બચાવી શકાયા નહોતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મિલસન્ટ ઘરઘંટીના માલીક હતા. ગુજરાતમાં તેમની ઘરઘંટીની બ્રાન્ડ ખુબ જ પ્રખ્યાત હતા. ગુજરાત સરકારમાં તેઓ ખાણખનીજ મંત્રી પણ રહી ચુક્યા હતા.
વડોદરા : આંણદના પુર્વ ધારાસભ્ય અને મંત્રી રોહિત પટેલનું અવસાન થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોનાથી તેમને બચાવી શકાયા નહોતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મિલસન્ટ ઘરઘંટીના માલીક હતા. ગુજરાતમાં તેમની ઘરઘંટીની બ્રાન્ડ ખુબ જ પ્રખ્યાત હતા. ગુજરાત સરકારમાં તેઓ ખાણખનીજ મંત્રી પણ રહી ચુક્યા હતા.
GUJARAT CORONA UPDATE: નવા 1049 દર્દી, 879 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત
રોહિત પટેલનો 22 ઓક્ટોબરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે અચાનક ગઇ કાલે તેમની તબિયત વધારે લથડી હતી. જેના કારણે તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તબિયત વધારે લથડતા વેન્ટીલેટર પર પર સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હૃદય રોગની બિમારી હતી. મોડી સાંજે હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું હતું. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. ICU માં સારવાર દરમિયાન તેમના પલ્સ રેટ પણ ઓછા થઇ ગયા હતા. હાલ રોહીત પટોલના પાર્થીવ દેહને કરમસદ મેડીકલ કોલ્ડ સ્ટોરેજ માં રખાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ભાજપનો આજે તમામ 8 બેઠકોની પેટા ચૂંટણી પર વિજય થયો છે. જેના કારણે ભાજપ ઉજવણીના મુડમાં છે. જો કે એક સિનિયર મંત્રીનું મૃત્યુ થતા અનેક કાર્યકર્તાઓ અને મંત્રીઓમાં શોકની લાગણી પ્રસરી રહી છે. તો બીજી તરફ કોરોનાની મહામારી અને પ્રદૂષણને ધ્યાને રાખતા ભાજપ દ્વારા પહેલા જ ફટાકડા ફોડવા સહિતની ઉજવણી મોકુફ રાખવામાં આવી હતી. બીજી તરફ એક સિનિયર નેતાનું મોત નિપજતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube