અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યભરની શાળાઓ તેમજ કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકો પોતાના શોખ મુજબ જુદી જુદી રમત શીખતા હોય છે અને વાત જ્યારે ક્રિકેટની આવે તો યુવાનોમાં જુદો જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આવેલા એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમીના જ્યાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ તરીકે વિશ્વની જાણીતી કિકેટ ટીમને કોચિંગ આપનાર ડેવ વોટમોર આવ્યા અને ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટનો અભ્યાસ કરતા યુવાનોને માર્ગદર્શન આપ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ અમદાવાદમાં સતત 44 ડિગ્રીને પાર ગરમીનો પારો જઈ પહોંચ્યો છે છતાંય આ ક્રિકેટના શોખીન યુવાનો બપોરે 4 વાગ્યાથી ક્રિકેટના મેદાનમાં આવી પહોંચે છે અને ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરે છે. આ યુવાનોને માર્ગદર્શન આપવા માટે એકેડમીમાં નિષ્ણાંત કોચ તો ઉપલબ્ધ જ છે પંરતુ આ યુવાનોને માર્ગદર્શન આપવા ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમી ચૂકેલા અને શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન તેમજ ઝિમ્બાબ્વે જેવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમને કોચિંગ આપી ચૂકેલા ડેવ વોટમોર પહોંચ્યા. ડેવ વોટમોરે ભારતીય ક્રિકેટ અને ભવિષ્યને જોતા કહ્યું કે અહીંના યુવાનોમાં ક્રિકેટ માટે એક અનોખો જ જુસ્સો જોવા મળે છે.


NID માં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા હાહાકાર, છેલ્લા 5 દિવસથી વધારો થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ


ભારતમાં રમાઈ રહેલી IPL આજે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જેમાં અનેક યુવા ક્રિકેટરોને મોકો મળી રહ્યો છે અને યુવાનોના નસીબ ચમકી રહ્યા છે. આ વખતે IPLમાં વિશ્વના ટોપ ખેલાડીઓમાં જેમનું નામ આવે છે એવા વિરાટ કોહલી, રોહિત શર્મા તેમજ કેન વિલિયમન્સ કે જેઓ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે. એમના અંગે વાત કરતા ડેવ વોટમોરે કહ્યું કે દરેક ખેલાડીનો એક ખરાબ સમય આવે છે. આ તમામ ખેલાડીઓએ ઘણું સાબિત કર્યું છે, જલ્દી જ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ કપરા સમયમાંથી બહાર આવશે.


ઉત્તર ગુજરાતમાં નાની ઉંમરમાં જ છોકરીઓ પર મોટો ભાર, આ વાત જાણીને ચોંકી જશો


તો બીજી તરફ એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમીના હેડ કોચ મંદાર દાલવી કહ્યું હતું કે, ક્રિકેટ માટે યુવાનોમાં અલગ જ જુસ્સો જોવા મળે છે, હાલ અમે 270 જેટલા યુવાનોને કોચિંગ આપી રહ્યા છીએ. ભવિષ્યમાં ક્રિકેટ હંટ કાર્યક્રમની મદદથી જુદી જુદી શ્રેણીમાં યુવાનોનું સિલેક્શન કરી એમને અમે સ્કોરશીપ આપીશું તેમજ આર્થિક રીતે મદદ પણ કરીશું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube