મુસ્તાકલ દલ/જામનગર : શહેરમા ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ થયો હતો. પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને પ્રારંભ થયેલ ભાગવદ સપ્તાહમા હજારોની સંખ્યામાં શહેર જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાઇશ્રી રમેશ ઓઝાના મુખેથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં અનેક દિગ્ગજો પણ તબક્કાવાર હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણમાં મુખ્યમંત્રીએ સાધારણ માણસની જેમ ચાની ચુસ્કી માણી અને દેવડા-રેવડનો સ્વાદ ચાખ્યો


જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાનેથી આજે ભવ્ય પોથીયાત્રા નિકળી હતી. જામનગરમાં પોથીયાત્રા દરમ્યાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ હાજરી આપતા લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. પોથીયાત્રામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો ફૂલોથી શણગારેલી બગીમાં બેઠા હતા. ધારાસભ્ય વિક્રમ માડમ સહિત અલ્પેશ ઠાકોર, વરૂણ પટેલ ગુજરાતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોથીયાત્રા દરમિયાન હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.


અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ગીર જંગલનો અહેસાસ થશે, પેશ છે નવુ નજરાણું...


ભાગવત સપ્તાહ દરમ્યાન નરેશ પટેલ, અલ્પેશ ઠાકોર, વિક્રમ માડમ, જેરામભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેતા રાજકારણમાં અનેક બદલાવ આવવાની સંભાવના વિશે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. દરમ્યાન નરેશ પટેલ એ રાજકારણમાં જોડાવા અંગે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પાર્ટીઓ તેમનો સંપર્ક કરી રહી છે ત્યારે આ મહત્વનો નિર્ણય હોય પાટીદાર સમાજ સાથે ચર્ચા કરી સમય આવ્યે રાજકારણમાં જોડાશે તેવું તેમણે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube