ધોરાજીમાં હવે લેઉઆ-કડવા વચ્ચે જંગ! ભાજપે મહેન્દ્ર પાડલિયાને કેમ ઉતાર્યા? શું છે રાજનૈતિક ગણિત?
Gujarat Election 2022: ધોરાજી બેઠક માટે ભાજપે ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જાહેરાત કરી છે. મહેન્દ્ર પાડલીયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાના 160 ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને આશ્ચર્યજનક નામો પર મહોર વાગી છે. જેમાં ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાનું હાલ ચર્ચામાં છે.
ધોરાજી બેઠક માટે ભાજપે ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જાહેરાત કરી છે. મહેન્દ્ર પાડલીયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામગીરી કરી છે. હાલમાં ગુજરાત પ્રદેશ શિક્ષક સેલના પ્રમુખપદે કાર્યરત છે. મહેન્દ્ર પાડલીયા કડવા પાટીદાર સમાજનો ચહેરો પણ છે. ત્યારે ધોરાજી બેઠક પર લેઉઆ-કડવા પાટીદારનો ખરાખરીનો જંગ જામશે.
ધોરાજી બેઠક પર લેઉઆ-કડવા પાટીદાર વચ્ચે જંગ
અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ધોરાજી બેઠક પર ભાજપે કડવા પટેલની જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube