ગાંધીનગર: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના કેરટેકરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને ડોક્ટરી સારવાર લઇ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બિહારથી ગુજરાત ચાઈલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ, 32 બાળકોને CIDએ કબજે લીધા


માહિતી માહિતી મુજબ કેશુભાઇ પટેલના કેરટેકર શીતલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ત્યારબાદ તાત્કાલીક ધોરણે કેશુભાઇ પટેલે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા કેશુભાઈ પટેલ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. ત્યારે આ મામલે સીએમ રૂપાણીએ જણાવું કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો રિપોર્ટ પૂર્ણ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમની તબિયત સારી છે.


આ પણ વાંચો:- આ વિધાનસભા સત્ર ઐતિહાસીક બનશે, 20 જેટલા કાયદાઓ લવાશે: પ્રદીપસિંહ જાડેજા


કેશુભાઈના પુત્ર ભરત ભાઈ સાથે મુખ્યમંત્રી ટેલિફોનિક વાતચીત કરી હતી. સારી સારવાર થાય તેવી તમામ સૂચનાઓ ધ્યાન રાખવામાં આવે તે અંગે સુચનાઓ અને આદેશ આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આરોગ્ય વિભાગને ધ્યાન રાખવા માટે સૂચના આપી છે. સાંસદ સભ્યની પણ તબિયત સારી છે ટેકનોલોજીના સહારે તેમની તબિયત સારી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube