અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું દુ:ખદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતાં. ગુજરાતના 13માં મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. તેઓ 28મી ઓક્ટોબર 1997થી 4થી માર્ચ 1998 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતાં. આ સિવાય તેઓ 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1990માં તેઓ શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યાં હતાં. 1995માં તેમણે ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ભાજપને બહુમત મળ્યું અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની હતી. તે દરમિયાન શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને ભાજપથી છૂટા પડીને તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી) બનાવી ત્યારે દિલીપ પરીખ પણ તેમની સાથે ગયા હતાં. તે વખતે આરજેપીએ કોંગ્રેસ સાથે મળીને લઘુમતી સરકાર બનાવી હતી અને વાઘેલાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. વર્ષ બાદ કોંગ્રેસે ધમકી સપોર્ટ પાછો ખેંચવાની ધમકી આપી અને સમાધાન રૂપે શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અને તે વખતે દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતાં. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...