ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર પર રાજનીતિ ગરમાઈ છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. બાગેશ્વર ધામના દરબાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાંધ્યું હતું અને કહ્યું કે આ તો ભાજપનું માર્કેટિંગ છે. હવે ધર્મના નામે ધતિંગના નાટક બંધ થવા જોઈએ.
 
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર આ દિવ્ય દરબારને લઈ દરરોજ કંઈક નવા સમાચાર મળી રહ્યા છે અને કોંગ્રેસ ભાજપના નેતાઓ એકબીજા પર વારપ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું? 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે નિવેદન આપતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય.


અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર છે. ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે.