પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ પહોંચ્યા ભગવાન જગન્નાથજીના શરણે, જાણો પ્રભુ પાસે શું માંગ્યું?
નેત્રોત્સવ વિધિ બાદ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વસ્ત્રોનું દાન કર્યુ હતું. ZEE 24 કલાક સાથે નીતિન પટેલે ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે સારી રીતે રથયાત્રાની તૈયારી કરી છે`
ઝી બ્યુરો/અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી આજે મોસાળથી નીજ મંદિરે પરત ફર્યા પછી બુધવારે સવારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. ભગવાનને મોસાળમાં આંખો આવી હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી.
નેત્રોત્સવની વિધિ પૂરી થયા પછી ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરના શિખર પર પહોંચીને ધ્વજારોહણ કર્યું હતુ. આ સમયે તેમની સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સાધુ-સંતોએ પ્રસાદી ગ્રહણ કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube