ડબલ એન્જિન હોય કે ચાર એન્જિન પરંતુ તેમાં ડીઝલ તો આપણા બાપનું છૅ: શંકરસિહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ડબલ એન્જિનની સરકાર તો છે, પણ અંદર ડીઝલ તો આપણા બાપનું છે. છતાં ડબલ એન્જિનવાળી ગાડીમાં બેસવા મળતું નથી. સરકારના ખેડૂતલક્ષી કોઈ નિર્ણય લેવાતા નથી.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: ધાનેરાના કોટડા ગામે સામાજિક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા રાજ્ય સરકાર પર ચાબખા માર્યા હતા.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ડબલ એન્જિનની સરકાર તો છે, પણ અંદર ડીઝલ તો આપણા બાપનું છે. છતાં ડબલ એન્જિનવાળી ગાડીમાં બેસવા મળતું નથી. સરકારના ખેડૂતલક્ષી કોઈ નિર્ણય લેવાતા નથી. આ જાહેરાત પર ચાલતી સરકાર છે, સરકાર તો અમે પણ ચલાવી હતી. અમે કોઈ વાયદા નહોતા કર્યા છતા અમે પુરા કર્યા... અને આ સરકાર તો વાચદાઓ જ ભૂલી ગયા છે. હું અહીં ચૂંટણી માટે આવીશ. તમારી એપોઇમેન્ટ નથી લેવાનો હું મારી રીતે આવીશ. આપણે મુખ્યમંત્રીનો પગાર પણ નહોતો લીધો. શંકરસિંહ બાપુએ વધુમાં કહ્યું કે, તમે તો કાંકરેજી ગાયના દૂધ વાળા... તમે માણસોને ન ઓળખો એવું બને નહી.
તેમણે ઉમેર્યું હતું કે, દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે. વીજળીનો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. વિકાસનો પાયો અમે નાંખ્યો હતો અને માર્કેટિંગ આ સરકાર કરે છે. સરકાર પ્રજા માટે છે નહીં કે પ્રજા સરકાર માટે હોય. આવનાર દિવસોમાં સમય આવી રહ્યો છે, ત્યારે હું તમને અપીલ કરું છું કે, તમે સરકાર બદલવા માટે બદલાઈ જજો. ખોટા મોટા કરોડોના ટેન્ટના મોહમાં રહેતા નહીં.
જોકે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા બાબતે મગનું નામ મરી પાડ્યા વિના રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા.
જુઓ આ પણ વીડિયો:-