ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા 500 કરોડનો કથિત ભ્રષ્ટાચાર મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓને જવાબ આપ્યો છે. અર્જુન મોઢવાડિયાએ કરેલા આક્ષેપો પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારનો આરોપ શોભતો નથી, તેઓ કારણ વગર કોઈ આક્ષેપ ન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે આક્ષેપો કરેલા પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા આપ સૌને હું ધન્યવાદ આપું છું. મીડિયાએ પણ એમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યથી વેગળી હતી. મેં આજની પ્રેસ કોન્ફરન્સ જનતામાં અને મીડિયામાં સાચી હકીકત કેવી જોઈએ એ દ્રષ્ટિથી રાખી છે. કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકળી બની છે હતાશ બની ગઈ છે. 


કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામા નથી માટે ખોટા આક્ષેપ કરે છે. સુરતની જમીનો અમે બચાવી છે. મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે. કોંગ્રેસ 27 હજાર કરોડની જમીન જમીનદારો અને બીલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહી છે. પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની સ્થાપના ૧૯૭૮મા થઈ અને ૧૯૮૨ મા ટીપી પ્લાન પાસ થયો.