ગૌરવ પટેલ/અમદાવાદ: સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી કે. રાજેશ પર સીબીઆઈએ દરોડા પાડ્યાના અંદાજીત બે મહિના બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે કે. રાજેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે કે. રાજેશના રીમાન્ડ મંજૂર કર્યા છે. સોમવાર ત્રણ વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લાંચ કેસમાં પકડાયેલા IAS અધિકારી કે. રાજેશના કોર્ટે સોમવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા. સીબીઆઈએ ગુરુવારે કે. રાજેશેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સીબીઆઈએ આરોપીના 10 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીને પૂછ્યું, સીબીઆઇ સામે કોઈ ફરિયાદ છે? આરોપીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, ના કોઈ ફરિયાદ નથી. 


સીબીઆઇના વકીલે કોર્ટમાં રજૂઆત 
કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનો નોંધ્યો છે. આરોપી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર છે. આરોપીએ પોલીસના નેગેટિવ રિપોર્ટ હોવા છતાં 271 હથિયારના પરવાના આપ્યા. સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશિયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમાં લઈને ઉપાડતા હતા. અલગ અલગ લોકો દ્વારા એકાઉન્ટમાં રૂપિયા જમા થતા હતા. આરોપીએ પાંચ લાખની લાંચ માંગી હતી, તેમાં ચાર લાખમાં સેટીંગ થયું અને ત્રણ લાખ રોકડા સ્વીકાર્યા હતા. આરોપીએ લાખો રૂપિયાની લાંચ માંગી અને સ્વીકારી છે. 12,13 જુલાઇના રોજ તેઓ ગાંધીનગર CBI ખાતે રજૂઆત થયા હતા, પણ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત છે. તેમના અને તેમના પરિવારના દેશની વિવિધ બેંકના બ્રાન્ચમાં એકાઉન્ટ છે, તેની તપાસ માટે પણ તેમની કસ્ટડીની જરૂરિયાત છે.


ફરિયાદીના વકીલની રજુઆત
કોર્ટમાં ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસના કર્મચારીને દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે. અમારા અસીલે 400 થી વધારે કેસના ચુકાદા કાયદા પ્રમાણે આપ્યા. કોઇ સામે આંગળી ચિંધાઇ નથી. તપાસમાં સહકાર નથી આપતા એ આક્ષેપ ખોટો છે. મથુર ભાઇ સાગરીયાએ રાજકીય દબાણ હેઠળ અરજી કરી હતી. તેમણે અન્ય લોકોને પણ અરજી કરવા માટે ઉશ્કેર્યા હતા. જિલ્લા કલેક્ટરનું ખાતું પોસ્ટીંગ પહેલાંથી ચાલ્યું આવે છે. પૈસા જિલ્લા કલેક્ટરના ખાતામાં આવ્યા છે, તેમને પોતાના પર્સનલ ખાતામાં રાખ્યા નથી. લાંચ માંગ્યાનો કોઇ પુરાવો નથી. લોકરમાંથી તણખલું ય મળ્યું નથી. આ સિવિલ સર્વન્ટની જિંદગી બગાડવાનો પ્રયાસ છે. સોલાર કંપનીને જમીન આપવાની જે બાબત છે, તે માત્ર એક બ્લન્ડર છે. એ કંપની સરકારની છે અને તેમના દ્વારા તમામ પ્રક્રિયા થઈ છે. બે દિવસ ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા છે. 


કોર્ટમાં ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, કે. રાજેશ ની કામગીરી વખાણવા લાયક છે. તેમને પુર વખતે વિશેષ જવાબદારી અપાઈ હતી. બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ખૂબ સારી કામગીરી પણ કરી હતી. કે. રાજેશે કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીનું રમકડું નથી, મેહનત કરી IAS અધિકારી બન્યો છું. અનેક જગ્યાએ ડીડીઓ અને અન્ય સેવાઓ આપી છે. ક્યાંય ફરિયાદ આવી નથી. હું સિવિલ સર્વન્ડ છું.. હું ક્યાંય ભાગવાનો નથી. કે. રાજેશ ઈચ્છાતા તો હાઈકોર્ટમાં એન્ટીસિપેટરી બેલ ફાઈલ કરી શકતા હતા પણ ન કરી. જ્યારે CBI એ બોલાવ્યો ત્યારે હાજર થયો. જે ડોક્યુમેન્ટ માંગ્યા એ તમામ આપ્યા.


સીબીઆઈના વકીલની રજૂઆત
રાજ્યમાં 300થી વધુ IAS અધિકારી કાર્યરત છે. કોઈને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા નથી.  


કે. રાજેશની કોર્ટમાં રજૂઆત
હું બેંગલોર હતો. નોટિસ મળી એટલે તરત અમદાવાદ આવ્યો છું. છેલ્લા 2 દિવસમાં 35 થી વધુ સવાલ કર્યા. તમામ સવાલ લેપટોપમાં ટાઇપ કરેલ હતા જેના ફકરામાં જવાબ આપ્યા છે. બધા જ સવાલના મેં શાંતિથી જવાબ આપ્યા. એક પણ સવાલ એવો નથી કે જેના જવાબ મે વ્યવસ્થિત ના આપ્યા હોય. એવા કયા કારણ છે કે જેના જવાબ મેં આપ્યા નથી અને મારું કરિયર ખતમ કરવામાં આવી રહ્યું છે. મને નિયમ ખબર છે અને તે મુજબ જ કાર્ય કર્યું છે. તેમણે કોર્ટમાં જામીન અરજી ફગાવવા વિનંતી કરી હતી. તેમ છતાં કોર્ટે કે રાજેશના સોમવાર સુધીના રીમાંડ મંજુર કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube