Gujarat Election 2022: કોંગ્રેસને ઝટકો! પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ BJPમાં જોડાયા, કમલમમાં કર્યા કેસરિયા
Gujarat Elections 2022: દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે અગાઉ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ હતું, અને હવે આજે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા છે.
Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે આજે ગાંધીનગરમાં કેસરિયા કરી લીધા છે. કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે ભાજપનો કેસ પહેર્યો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા આજે કેસરિયા કર્યો છે. તમને જણાવી દઈએ કે કામિની બા રાઠોડે ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારબાદ કામિનીબાએ અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે અને તેઓ ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં જોડાયા બાદ કામિની બાનું નિવેદન
કામિની બાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, સાચા વ્યક્તિનો અવાજ અને સાચી રજુઆત કોંગ્રેસમાં દબાવામાં આવતી, જે મારી સાથે થયું. તમામ લોકોને જાણ છે મારી સાથે શું થયું? મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. મહિલા તરીકે તમામ કાર્યકર્તાઓ સાથે ખૂબ સારી સફર કરી પણ હવે સરમુખત્યારશાહી અને તેમાં વિડિયો બહાર આવ્યો. વિચારો એકતા કાર્યકરોને સમજવાની ક્ષમતા જેવી વાતોને ધ્યાને લઇને ભાજપમાં જોડાઈ છું.
ભાવિન ભાઈ નામના વ્યક્તિ પર કેમ કોંગ્રેસે કોઈ પગલા ન લીધા? તે વિશે કામિની બાએ જણાવ્યું હતું કે, ટિકિટનો વેપાર કરવામાં આવે છે. 5 પાંડવોના હિસાબે દહેગામનો હિસાબ થાય તે નહી ચાલે. ગામે ગામ જઈને ભાજપ જીતે તેવા પ્રયાસ કરીશું. જડબાતોડ જવાબ કોંગ્રેસને આપીશું. હું મારી ફરજ નિભાવીશ. 5 પાંડવોની વિચાર ધારા અને કોંગ્રેસની વિચાર દ્વારાના કારણે કોંગ્રેસ તૂટી ગઈ છે.
પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન
પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કામિની બાનું હું દિલથી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. સાથે જ તેમની સાથે સરપંચો અને સમર્થકોનું સી.આર.પાટીલ વતી સ્વાગત કરું છું. દહેગામ મતવિસ્તાર આજે સાચા અર્થમાં કોંગ્રેસ મુક્ત બની ગયો છે. દહેગામમાં ભાજપ અત્યાર સુધી નથી મળ્યા, તેટલા મત મેળવી લીડથી જીતશે.
મોદી અને બાળકી મુલાકાત પર ફરિયાદ મામલે પ્રદીપ સિંહ વાઘેલાએ ગીત ગાઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું કે, નેહરુ ચાચા હતા બાળકોને પ્યારા' આ પ્રકારના માત્ર ગીતો હતા. નિર્દોષ બાળક સાથે મોદી સાહેબે વડીલ તરીકે સાથે બેઠા.
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે અગાઉ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ હતું, અને હવે આજે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા છે. દહેગામ બેઠકથી ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના બાદ તેમણે પક્ષને રાજીનામુ ધર્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube