ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાન ચૂંટણીના સહ પ્રભારી નીતિન પટેલે ભજન લાલ શર્માને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી તો સાથે જ પીએમ મોદીના વિઝન પ્રમાણે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કાર્ય કરશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોના પરિણામ બાદ બીજેપી 303 કરતા પણ વધુ બેઠક લાવી ફરી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું લોકસભા ચૂંટણીને લઇ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. હાલ ભાજપના સાંસદ સભ્યોની સંખ્યા 303 છે જે આગામી ચૂંટણીમાં ઘણી વધશે. હાલમાં જે ચૂંટણી પરિણામ આવ્યા તે દર્શાવે છે કે લોકસભામાં ભાજપની જીત થશે. ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થઈ છે. ત્રણેય રાજ્યોને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે. 


હવે નહી થાય વીજચોરી! ગુજરાતમાં 1.65 કરોડ લાગશે સ્માર્ટમીટર, 308 કરોડ રૂપિયા સરકારે..


લોકસભામાં હેટ્રીક કરવા હવે ગુજરાતમાં BJP ની તૈયારી
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ રોડ પર ઉતરી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો મેળવી ભાજપે સરકાર બનાવી છે. ત્યારે લોકસભામાં પણ હેટ્રીક કરવા માટે હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશના પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ હવે ગુજરાતના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો લોકસભાની ચૂંટણીના કામે લાગ્યાં છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરાઈ રહી છે. આજે કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી.


ટ્રેનમાં સાચવજો! ભાઈના લગ્ન માટે ટ્રેનમાં અમદાવાદ આવેલી બહેનના લાખોના દાગીના ગુમ


કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શનમાં
કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ 10 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સ્થાનિક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલિટીકલ અફેર્સ કમિટીમાં 17 નેતાઓને સ્થાન અપાયું છે. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે.


ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ચાલી રહ્યો છે નકલીનો ખેલ! હવે ઝડપાયો બોગસ DySP