Loksabha Election 2024: દેશમાં જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓની વાણી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીના પ્રચારમાં અત્યાર સુધી અનેક વિવાદિત શબ્દોથી રાજનેતાઓને સંબોધવામાં આવ્યા છે અને તેમાં વિવાદ પણ થયો છે.. જોકે, આ બધા વચ્ચે પૂર્વ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપીને ફરી વિવાદનો મધપૂડો છેડ્યો છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ કાઢશે ભૂક્કા!


જાહેર મંચ પરથી પૂર્વ શિક્ષણ મંત્રી કોની સરકારને બબૂચક સરકાર ગણાવી રહ્યા છે. જિતુ વાઘાણી કયા નેતાને બબૂચક ગણાવી રહ્યા છે. આ સવાલનો જવાબ કદાચ જિતુ વાઘાણી જ આપી શકશે પરંતુ, વિવાદિત નિવેદનના મધપૂડામાં જિતુ વાઘાણીએ પોતાના નામનો પણ ઉમેરો કર્યો છે. જી હાં... જૂનાગઢમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ઉતરેલા જિતુ વાઘાણીએ કોંગ્રેસની સરકારને બબૂચક ગણાવીને કોંગી નેતાઓને લાલઘૂમ કરી દીધા છે સૌથી પહેલાં તમે સાંભળો કે, જિતુ વાઘાણીનું આખું નિવેદન શું છે..


VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ


જિતુ વાઘાણીનો ઈશારો ભાજપના જનતા કે ભાજપના નેતાઓ ભલે ન સમજ્યા હોય પરંતુ, કોંગ્રેસના નેતાઓ સમજી ગયા અને જિતુ વાઘાણી પર પ્રહાર કરવા લાગ્યા. લોકસભાની ચૂંટણીમાં વાણી વિલાસને લઈને ચૂંટણી કમિશન પણ કોંગ્રેસ અને ભાજપને નોટિસ પાઠવી ચૂક્યું છે પરંતુ, નેતાઓના નિવેદનમાં સંયમ હજુ પણ જોવા નથી મળતું. મહત્વની વાત એ છે કે, આ પહેલી વાર નથી. આ પહેલાં પણ એક મહિનાના સમયગાળામાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ બફાટ કરી ચૂક્યા છે. 


રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે


પરશોત્તમ રૂપાલા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત જેવા નેતાઓ પોતાના નિવેદનથી ચર્ચામાં રહી ચૂક્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, ચૂંટણીની હાર જીતમાં નેતાઓના શબ્દોની ગરીમા ક્યાં સુધી નીચે જશે.


ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસા