ગૌરવ દવે/રાજકોટ: આજથી દેશભરમાં કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ જાતે વેક્સિન કેન્દ્રો પર જઈને લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજી બાજુ અનેક નેતાઓએ બૂસ્ટર ડોઝ લીધો હોવાની માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કોરોના વાયરસનો પ્રિકોશન ડોઝ લઈ લીધો છે અને તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે બૂસ્ટર ડોઝ લીધા બાદ જણાવ્યું હતું કે લોકો આજે સવારથી બુસ્ટર ડોઝ લેવા આવતા હતા અને મોં પર ખુશી જોવા મળી હતી. તેમણે 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને બૂસ્ટર ડોઝ લેવા માટે આગળ આવવા જણાવ્યું હતું.


ગુજરાતમાં બૂસ્ટર ડોઝની શરૂઆત; જાણો જરૂરી નિયમો, કોણ લઈ શકશે અને કોઈ નહીં


પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ચૂંટણી પંચે પણ રેલી, સભા, સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં આ વખતે લોકો જેને પસંદ કરતાં હશે તેને મતદાન કરશે. લોકોએ ચોક્કસ મતદાન કરવું જ જોઈએ. 



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન સેન્ટરમાં ઉપસ્થિત રહીને શરૂઆત કરાવી
રાજ્યમાં  ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર 10મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29 ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા


કોરોના નાચ્યો, હવે કેટલાંયને 'નચાવશે'; કિર્તીદાન પર રૂપિયા ઉડાડતો MLAનો વીડિયો વાયરલ


સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ  સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે  ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube