જયંતિ ભાનુશાળીની યુવતી સાથે બિભત્સ ક્લીપ થઇ વાયરલ, પીડિતાએ લગાવ્યા ચોંકાવનારા આરોપ
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને અબડાછાના ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાના બહાને કારમાં તથા અમદાવાદની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેમજ પીડિતાનો અશ્લીલ વીડિયો મોબાઇલમાં ઉતારી લઇ બ્લેકમેલિંગ પણ કર્યુ હતું. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પણ ભાનુશાળીએ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ હતું.
સુરત: ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને અબડાછાના ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાના બહાને કારમાં તથા અમદાવાદની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેમજ પીડિતાનો અશ્લીલ વીડિયો મોબાઇલમાં ઉતારી લઇ બ્લેકમેલિંગ પણ કર્યુ હતું. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પણ ભાનુશાળીએ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ હતું.
આ કેસમાં સરથાણા પોલીસમાં ભાનુશાળી સહિત પાંચ જણા સામે બળાત્કાર, ધમકી, અપહરણ, આર્મ્સ એક્ટ તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. ત્યારે હવે જયંતિ ભાનુશાળીની યુવતિ સાથે બિભત્સ ક્લિપ ફરતી થઇ છે. યુવતિએ દાવો કર્યો છે બિભત્સ ક્લિપના આધારે જયંતિ ભાનુશાળી તેના પર દબાણ કરતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જોકે ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
પીડિતાએ જણાવ્યું હતું કે, પોલીસને સાદા કપડાંમાં આવવાનું કહ્યું હોવા છતાં તે યુનિફોર્મમાં આવે છે. જેના લીધે મને એવું લાગે છે કે પોલીસવાળા જાણીજોઇને મારી બદનામી કરી રહ્યા છે. પોલીસનું ફરજ છે કે પીડિતાની ઓળખ છતી ન થાય, પરંતુ સોસાયટીમાં પોલીસ આવે ત્યારે મારી આબરૂના ધજાગરા થાય છે. પીડિતાએ જણાવ્યું હતું કે, ફરિયાદને ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ મારી સાથે આરોપી જેવું વર્તાવ કરવામાં આવી રહ્યો છે.
પીડિતાએ જ્યંતિ ભાનુશાળીને લઈને કહ્યું હતું કે, હું મારી ફ્રેન્ડ મારફતે જયંતીના સંપર્કમાં આવી હતી. જયંતી ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં એડમિશન આપવાની લાલચ આપી હતી. મને ડોક્યુમેન્ટ્સ લઈને બોલાવતો હતો અને ત્યારે શારીરિક શોષણ થતું હતું. તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા મારો વિડીયો ઉતારવવામાં આવ્યો હતો. આજ દિન સુધી મારું એડમિશન થયું નથી.
પીડિતાએ જયંતિ ભાનુસાળી પર આરોપો લગાવતાં કહ્યું હતું કે, મારી પાસે બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું હતું કે હું (પીડિતા) જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. પીડિતાએ જણાવ્યું હતું કે, ઉમેદ હોટલમાં મને બોલાવવામાં આવી હતી. ત્યાં મને એક પેનડ્રાઇવ આપવામાં આવી હતી. ત્યાર બાદ મને કહેવામાં આવ્યું હતું કે, પેન ડ્રાઇવ જોઈ લે, પછી તને ખબર પડી જશે કે તારે સાઇન કરવી કે ન કરવી. ત્યારે મેં દબાણમાં આવીને સાઇન કરી હતી.
ત્યારે હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી. ત્યારબાદ તે લોકોએ તે અરજી સરથાણા પોલીસ સ્ટેશનમાં આપી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ દિવસથી સતત મને એવું લાગે છે કે અત્યારે પણ એવું લાગે છે કે મારો રેપ થઈ રહ્યો છે. ત્રણ દિવસથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉ છું, હોસ્પિટલના ધક્કા ખાવ છું, અત્યારે એવું લાગે છે કે આરોપી જયંતિ ભાનુશાળી નહી પણ હું છું.