રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીએ ડાયરામાં `દિલ ખોલી` ને રૂપિયાનો વરસાદ કર્યો, ગુજરાતી કલાકારોએ રમઝટ બોલાવી
સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયેલ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. રામનવમી નિમિત્તે ડાયરો યોજાયો હતો. 55 મો સર્વધર્મ સંત મેળાવડો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને તેમની સાથે અન્ય આગેવાનો તેમજ અન્ય લોકો દ્વારા કલાકારો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સંદીપ વસાવા/સુરત: સોશિયલ મીડિયામાં હવે ડાયરામાં રૂપિયા, ડોલરના વરસાદ થાય તેવા અનેક વીડિયો તમે જોયા હશે. ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીએ રૂપિયાનો વરસાદ કર્યો છે. રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવાએ ડાયરામાં ચલણી નોટો ઉડાડી ડાયરાની રંગત લાવી લીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયેલ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. રામનવમી નિમિત્તે ડાયરો યોજાયો હતો. 55 મો સર્વધર્મ સંત મેળાવડો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને તેમની સાથે અન્ય આગેવાનો તેમજ અન્ય લોકો દ્વારા કલાકારો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા લગ્નપ્રસંગે ફાયરિંગ કરતાં વિવાદ, કાયદાના લીરેલીરા ઉડાડ્યા, સોશ્યિલ મીડિયામાં VIDEO વાયરલ
ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાણ મીર, લલીતાબેન ઘોડાદ્રા સહિત અનેક લોકો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં માંગરોળનાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube