અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકારણીઓ તરફની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ


અત્રે ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા ગુજરાતનાં રાજકારણમાં દિગ્ગજ નામ છે. તેઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસમાં રહીને અનેક મહત્વનાં પદ ભોગવી ચુક્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતનાં મુખ્યમંત્રી જેવા પદોનો પણ સમાવેશ થાય છે. હાલમાં છેલ્લે તેઓ એનસીપી સાથે જોડાયા હતા. જો કે આખરે એનસીપીમાંથી પણ તેમને રાજીનામું આવ્યું હતું. હાલ તો તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતાનાં જ ઘરમાં હોમ ક્વોરન્ટાઇન થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube