Rajasthan CM Oath Ceremony: રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. પરંતું સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાતના નેતાઓ સહિત અનેક નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનમાં સ્ટેજ પર ફોટો ગ્રાફર બની ગયા હતા. નીતિન પટેલે શપથ ગ્રહણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલનો ફોટો પાડ્યો હતો. ત્યારે સ્ટેજ પર રહેલા નેતાઓ હસી રહ્યા હતા અને વાતાવરણ હળવું બની ગયું હતું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ, જયપુરમાં જ્યારે ભાજપના ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે અશોક ગેહલોતની હસતી તસવીર સામે આવી હતી. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સામે ઉભેલા વ્યકિત બીજું કોઈ નહીં પણ આપણા નીતિન કાકા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તે જ સ્ટેજ પર બિરાજમાન હતા. અહીં સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે CM ભૂપેન્દ્ર પટેલનો ફોટો પાડ્યો હતો. 


મહત્વનું છે કે, રાજસ્થાનમાં સત્તા ગુમાવી ત્યારથી રાહુલ ગાંધી અશોક ગેહલોતથી નારાજ છે. એવું કહેવાય છે કે ઉમેદવારોની પસંદગીમાં ગેહલોતની પોતાની રીત હતી જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી સંખ્યામાં ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપવા માંગે છે.