ઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીકે પહેર્યો કોંગ્રેસનો ખેસ
ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે 1200 કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી 700 કલાકની ઉડાન શ્રીલંકાની હતી.
ગૌરવ પટેલ/અમદાવાદ: ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે 1200 કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી 700 કલાકની ઉડાન શ્રીલંકાની હતી.
કોંગ્રેસમાં જોડાયા બાદ અનિલ કુમારે કહ્યુ કે, આજે મને કોંગ્રેસમાં જોડાવાનો હર્ષ અને આનંદ છે. મેં 17 વર્ષ છ મહિના એરફોર્સમાં નોકરી કરી 1975માં મેં એરફોર્સ જોઈન કર્યું. ત્યારે ગુજરાત માંથી બે જણા હતા જગુઆર તે સમયે લેટેસ્ટ એરક્રાફ્ટ હતા. જેનું મેનિફેક્ચરિંગ HALમાં થયુ છે. HAL સક્ષમ નથી એવું કહેવું યોગ્ય નથી HAL પર આજે પણ ભરોસો છે. આજે દેશની સરકારી કંપનીઓ નબળી પડી રહી છે. દેશની સમસ્યાઓ પર કોઈ ધ્યાન નથી આપ્યું સર્જીકલ સ્ટ્રાઈક પહેલા પણ ઓપરેશન થતા હતા.
હેપ્પી બર્થ ડે ભાવનગર, વર્ષો બાદ તારીખ વાર અને તીથીનો બન્યો અનોખો સંગમ
શ્રીલંકામાં અનેક ઓપરેશનો કર્યા છે. LTTEના અડ્ડાપર ઓપરેશ ન કર્યા છે પણ આવું પોલિટિકલ માઇલેજ કોંગ્રેસ પાર્ટીએ નથી લીધું. અભિનંદનને સરકાર કહે છે કે, બે દિવસમાં પરત લાવ્યા પણ વિંગ કમાન્ડર રામપાલ 1959ના બીજા દિવસે જ સરકારે પરત બોલાવી લીધા હતા. વડાપ્રધાનના પ્રવચનોને આડે હાથ લેતાં અનિલ કુમારે કહ્યુ કે, પ્રધાનમંત્રી દેશના હોય છે કોઇ પાર્ટીના નહી તેમનું પ્રવચન ગૌરવ પુર્ણ હોવું જોઇંએ દેશની સેના જે કાર્ય કરી કરી રહી છે. સેવા કરી રહી છે. તેને સન્માન આપો તેનું પોલીટીકલ માઇલેજ ના મેળવો.
દીકરીના લગ્ન ઠાઠમાઠથી કરવા મજબૂર પિતાએ કર્યું એવું કામ, કે આખી જિંદગી કલંક બનીને રહી જશે
રાફેલ અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે અનિલ કુમારે કહ્યુ કે ડીલ એ ડીલ છે. બધું નક્કી કરેલું છે તો પછી એમ પ્રોબ્લેમ શું છે. એક વખત કોસ્ટ આપી દીધી તો પછી આટલી કોસ્ટ કેમ વધી ગઈ લોકોને જાણવાનો અધિકાર છે. ભ્રષ્ટાચાર થયો હોય તો હું કહી ના શકું સાચા હોય તો સરકાર કિમતો જાહેર કરવી જોઇએ જેથી જનતાને સરકાર પર વિશ્વાસ આવે અને ગોટાળો થયો છે કે નહિ તેની ખબ પડે.
આ પ્રસંગે ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહયુ હતુ કે, દેશની ભાજપા સરકારે પાંચ વર્ષમાં શુ કાર્યો કર્યા અને આવનારા દિવસોમાં શઉ કાર્યો કરવાના છે. તેના બદલે વડાપ્રધાન પોતાની રાજકીય કારકિર્દી સુરક્ષિત કરવા સેનાના નામનો ઉપયોગ કરે છે. સેનાના નામનો ઉપયોગએ સેનાના નિયમોનો ભંગ છે. વડાપ્રધાન પોતાની નિષ્ફળતા છુપાવવા સેનાના ઓપરેશનનો ઉપયોગ કરે છે. જેનાથી વ્યથિત થઇ અનિલ ભાઇ અને તેમના સાથીઓ કોગ્રેસમાં જોડાયા છે તેમને આવકારૂ છું.