પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયાને કોર્ટ ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે સમગ્ર મામલો
* મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાને 6 માસ ની સજા
* તળાજા કોર્ટે કનુભાઈ કલસરિયાને ફટકારી 6 માસની સજા
* 500 લોકોના ટોળાં સાથે કનુભાઈ કલસરિયાએ કર્યો હતો જમીનમાં ગેરકાયદે પ્રવેશ
* ગેરકાયદે પ્રવેશ સામે 7 આગેવાનો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી
* જેનો કેસ તળાજા કોર્ટમાં ચાલી જતા કોર્ટે 6 માસની સજા ફટકારી
ભાવનગર : પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયાને તળાજાની એક કોર્ટ દ્વારા 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે. તેઓ સ્થાનિક સ્તરે બની રહેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીના વિરોધમાં તેમણે ભાજપનાં ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનમાં સ્થાનિક સ્તરે તેમની સાથે હજારો લોકો ખાસ કરીને ખેડૂતો જોડાયા હતા. ગાંધીનગર સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પણ સેંકડો ખેડૂતો જોડાયા હતા.
કનુભાઇ કળસરિયાએ ફેક્ટરીની જમીનમાં જઇને વિરોધ કર્યો હતો. જેના પગલે કંપની દ્વારા કંપનીની જમીનમાં બિનકાયદેસર પ્રવેશનો કેસ કનુભાઇ કળસરિયા સહિત 7 આગેવાનો સામે કર્યો હતો. આ ગુનો સાબિત થતા કોર્ટ દ્વારા તેમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. 500 લોકોનાં ટોળા સાથે કંપનીની જમીન પર બિનકાયદેસર પ્રવેશ મુદ્દે લાંબા સમયથી તળાજા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો આજે ચુકાદો આપતા કોર્ટ દ્વારા 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
પ્લાસ્ટિકના દાણાની ટ્રકના લૂંટારૂઓ આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયા
જો કે કનુભાઇ કળસરિયા સહિત તમામને તત્કાલ જામીન પણ આપી દેવાયા હતા. જેથી તમામ લોકો જામીન પર છુટી ગયા હતા. કનુભાઇએ આ અંગે જણાવ્યું કે, ખેડૂતની જમીન ખેડૂત પાસે જ રહેવી જોઇએ. કોઇ ઉદ્યોગપતિ ઉદ્યોગનાં નામે આખા પંથકની જમીનને વાંઝણી કરે તે નહી ચલાવી લઇએ. અમારુ આંદોલન યથાવત્ત રીતે ચાલુ જ રહેશે. અમે આંદોલનને આગળ ધપાવીશું. સ્થાનિકો અને ખેડૂતોનો અમને સંપુર્ણ સહયોગ છે. અમે ઉદ્યોગપતિઓની ગુલામ સરકાર સામે નહી ઝુકીએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube