મયુર સંધી/ સુરેન્દ્રનગર: લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યું. લાલજી મેર સાથે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા દિલીપ સાબવાના આક્ષેપ પર હાર્દિક પટેલનો પલટવાર, જાણો શું કહ્યું


ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજે મોરબી અને લીંબડીમાં પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધશે. સવારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર તો બપોરે મોરબી અને માળિયા-મિયાણાના ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે પણ સીઆર પાટીલ બેઠક કરશે. ગુજરાત વિધાનભાની ખાલી પડેલી 8 બેઠકો જીતવા સીઆર પાટીલે પોતાની તમામ તાકાત કામે લગાવી છે.


આ પણ વાંચો:- સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક


આગામી 3 તારીખે 8 બેઠકોનું મતદાન થશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે. મતદાન પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આઠ બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે અને કોંગ્રેસને પછડાટ આપવાના સંકલ્પ સાથે સીઆર પાટીલ બુથ લેવલ સુધીની જવાબદારી કાર્યકરોને સોંપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube