હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરા ના પૂર્વ એમપી સત્યજીત ગાયકવાડ પર નવા પુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પી.એસ.આઇ ડી એસ પટેલ એ માસ્ક દંડ બાબતે બબાલ કરી તેમને લાફા માર્યા હતા. આ ઘટનાના પગલે કોંગ્રેસ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ સાથે જો આવી ઘટના બનતી હોય તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે તેવા સવાલો સાથે કમિશનરને આવેદનપત્ર આપી પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે સમગ્ર મામલે પોલીસ કમિશનર એચડી બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એસીપી અલ્પેશ રાજગોર ને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે. તપાસમાં જે તથ્યો બહાર આવશે એના આધારે કડક કાર્યવાહી કરવાની પણ પોલીસ કમિશનરે ખાતરી આપી છે. 


જોકે covid મહામારીમાં પોલીસ જે કામગીરી કરી રહી છે તેમાં જનતા પણ સહયોગ કરે તેવી અપીલ પોલીસ કમિશનરે કરી હતી. એક લોક પ્રતિનિધિ સાથે પીએસઆઇ દ્વારા કરવામાં આવેલું વર્તન નિંદનીય છે અને આખા શહેરમાં આજે આ વિષય તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube