હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. અને હવે કોઇ પણ પોલીસ અધિકારીઓની બદલી પણ ન થઇ શકે, ત્યારે આણંદ એસપીની બદલી ન કરવા પૂર્વ સાંસદ દિલીપ પટેલે સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેનાથી વિવાદ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદના પૂર્વ સાંસદ દ્વારા આણંદ એસપીની બદલી અંગે લખેલા પત્રને લઇને વિવાદ સર્જાયો છે. દિલીપ પટેલે સીએમ અને ગૃહ મંત્રીને એસપીની બદલીને લઇને પત્ર લખ્યો હતો. ત્યારે આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, જો એસપીની બદલી નહિ થાય તો ચૂંટણીમાં ફાયદો થશે તેવા શબ્દનો પણ ઉલ્લેખ કર્યો હતો.


ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા



ત્યારે આ અંગે સર્જાયેલા વિવાદ પર મુખ્ય નિર્વાચન અધિકારી એસ મુરલીક્રિષ્ણાએ ગંભીર નોંધ લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીને સમગ્ર મામલાનો રિપોર્ટ તાકિદે આદેશ કર્યો છે. જો આ અંગે યોગ્ય તપાસ થશે તો આણંદના પૂર્વ સાંસદ દિલીપ પટેલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ કરી હતી. અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.