રવિ અગ્રવાલ/વડોદરા: એનઆરઆઈ અને પૂર્વ રણજી ક્રિકેટર શ્યામ ભાટીયાએ વિશ્વમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક એવું અભિયાન શરૂ કર્યુ છે કે જેને જાણીને તમને નવાઈ લાગશે. શ્યામ ભાટીયા વિશ્વભરમાં ફરી ફરી શીખાઉ અને જરૂરિયાત મંદ ક્રિકેટરોને મફતમાં ક્રિકેટ કીટનું વિતરણ કરી રહ્યા છે. જેનાથી શીખાઉ ક્રિકેટર સારી રીતે ક્રિકેટ રમી શકે. શ્યામ ભાટીયાએ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સાથે મળી વડોદરાની 45 ક્રિકેટ સંસ્થાઓ અને ક્રિકેટરોને 50થી વધુ કીટનું વિતરણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવ્યાંગ મહિલા અને પુરુષોની ક્રિકેટ સંસ્થાને પણ કીટ આપવામાં આવી હતી. શ્યામ ભાટીયા સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની ટીમ તરફથી ક્રિકેટ મેચ રમી ચુકયા છે. તેમજ તેમને છેલ્લા 11 વર્ષમાં 1000 જેટલી કીટ મફતમાં વિતરણ કરી છે. શ્યામ ભાટીયાએ દુબઈમાં એક ક્રિકેટ મ્યુઝિયમ પણ બનાવ્યું છે, જેને આઈસીસીએ બેસ્ટ ક્રિકેટ મ્યુઝિયમનો એવોર્ડ પણ આપ્યો છે.


રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો


કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય ટીમના અનેક પૂર્વ ક્રિકેટરોએ અને શીખાઉ ક્રિકેટરોએ હાજરી આપી. શ્યામ ભાટીયાએ અત્યાર સુધી પાકિસ્તાન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિત જે ક્રિકેટ ન રમતા હોય તેવા દેશોના પણ શીખાઉ અને ગરીબ ક્રિકેટરોને ક્રિકેટ કીટનું વિતરણ કર્યું છે.


ચકચારી બીટોકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મળ્યા જામીન


કીટ વિતરણ કરવાના પાછળ શ્યામ ભાટીયાનો મુખ્ય ઉદ્દેશ છે કે, યુવાનો ક્રિકેટની સાથે સારા વ્યક્તિ બને તે છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ શ્યામ ભાટીયાને તેમના ક્રિકેટ મ્યુઝિયમમાં રાખવા માટે 1981ની અંડર 19 વર્લ્ડ કપની ક્રિકેટ મેચની ટાઈ ભેટમાં આપી તો 4 યુવાન ક્રિકેટરોને ઈંગ્લેન્ડ ટુર પર 20 દિવસ ટ્રેનિગ માટે મોકલવાનો નિર્ણય પણ લીધો છે.