કેતન બગડા/અમરેલી: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યને લઈને એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાસ છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હાલ અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા છે. વિ.વિ. વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વીવી વધાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ  અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. વીવી વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.