ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પૂર્વ કોચ IPL મેચમાં સટ્ટો રમતા ઝડપાયો
આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે સહિત 19 લોકો ઝડપાતા ક્રિકેટ જગતમાં હડકંપ મચી જવા પામી છે. આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાતી મેચમાં સટ્ટો રમતા તમામ આરોપીઓને ક્રાંઈમ બ્રાન્ચે રેડ પાડી રંગેહાથ ઝડપી પાડયા છે.
રવિ અગ્રવાલ/વડોદરા: આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે સહિત 19 લોકો ઝડપાતા ક્રિકેટ જગતમાં હડકંપ મચી જવા પામી છે. આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાતી મેચમાં સટ્ટો રમતા તમામ આરોપીઓને ક્રાંઈમ બ્રાન્ચે રેડ પાડી રંગેહાથ ઝડપી પાડયા છે.
આઈપીએલની મેચો શરૂ થતા જ સટ્ટા બેટિંગ શરૂ થઈ જાય છે ત્યારે વડોદરાના અલકાપુરીમાં આવેલા સગુન ઓકઝોટીકામાં કાફેની આડમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર ચલાવતા કાફે માલિકો સહિત 19 સટોડિયાઓને ક્રાંઈમ બ્રાન્ચે સટ્ટો રમતા ઝડપી પાડયા છે. ગત રાત્રે કાફેમાં પ્રોજેટકટરમાં ક્રીકેટ ટીમો વચ્ચે રમાતી લાઈવ મેચ દેખાડી સટ્ટો રમાતો હતો જે બાતમી ક્રાંઈમ બ્રાન્ચને મળતા ક્રાંઈમ બ્રાન્ચની ટીમે કાફેમાં રેડ પાડી હતી.
મેદાનમાં મહારથી: લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર
સટોડિયાઓ મોબાઈલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઈવ લાઈન, ક્રીકેટ લાઈન ગુરૂ, ક્રીક લાઈન નામની એપ્લીકેશનનો ઉપયોગ કરી ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા હતા. ક્રાંઈમ બ્રાન્ચે સટ્ટો રમતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે સહિત 19 લોકોને ઝડપી પાડયા. મહત્વનું છે, કે 19માંથી 17 આરોપીઓ વિધાર્થીઓ હોવાથી પોલીસ પણ ચોકી ઉઠી હતી.
ધોળકામાં એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી
ક્રાંઈમ બ્રાન્ચે કાફેમાંથી મોબાઈલ ફોન, રોકડ, ટુ વ્હીલ, ફોર વ્હીલ, પ્રોઝેકટર, સેટ ટોપ બોક્ષ સહિત 14.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સટોડિયાઓ જે મોબાઈલ એપનો સટ્ટો રમવા ઉપયોગ કરતા હતા તે એપમાં મેચ કરતા એક બોલ પહેલા શું થયું તે લાઈવ સ્ટ્રીમીંગ જોઈ અગાઉથી સટોડિયાઓ જાણી જતા હતા જેનાથી સહેલાઈથી સટ્ટો રમી મોટી રકમ જીતી લેતા હતા.
ક્રાંઈમ બ્રાન્ચે હાલમાં કાફે માલિક અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે, નિષ્ચલ શાહ, હેમાંગ પટેલ સહિત 19 આરોપીઓની ધરપકડ કરી જે તમામને જામીન પર છોડી મુકાયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, હાલમાં ક્રાંઈમ બ્રાન્ચની ટીમ ક્રિકેટ સટ્ટામાં અન્ય કોઈ ક્રિકેટર કે કોઈ મોટુ માથું સંડોવાયેલુ છે કે, નહી તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.