Vice President ના હસ્તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું શિલાન્યાસ, મળશે આ અદ્યતન સુવિધાઓ
ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) એમ વેંકૈયા નાયડુએ (M Venkaiah Naidu) નવસારીમાં (Navsari) નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું (Multi Specialist Hospital) શિલાન્યાસ કર્યું હતું
સ્નેહલ પટેલ/ નવસારી: ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) એમ વેંકૈયા નાયડુએ (M Venkaiah Naidu) નવસારીમાં (Navsari) નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું (Multi Specialist Hospital) શિલાન્યાસ કર્યું હતું. આ હોસ્પિટલ (Hospital) આઠ એકરમાં એમ કે નાયક હેલ્થ કોમ્પ્લેક્ષના છ માળમાં 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી કેન્સર હોસ્પિટલ (Cancer Hospital) દક્ષિણ ગુજરાત માટે આશીવાદરૂપ બનશે.
નવસારી જીઆઈડીસીની (Navsari GIDC) સામે નેશનલ હાઈવે નંબર 48 ને અડીને અદ્યતન એવી સ્પેશિયાલિટી નિરાલી કેન્સર હોસ્પિટલનું (Cancer Hospital) નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમા કેન્સર સામેની લડાઈમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સાથ સહકાર આપવાનો છે. આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન (General Medicine), જનરલ સર્જરી, કાડીયોલોજી અને કાડીયોથોરાસિક સર્જરી (Cardiothoracic surgery), નીઓનેરોલોજી સહિત પીડિયાટિકસ, ઓલ્સ્તેટિકસ અને ગાયનોકોલોજી, ઓથોપેડીક સારવાર સાથે કેન્સરનાં દર્દીઓની સારવાર કરવા હાઇ એન્ડ લિનિયર એકસલરેટર (Linear accelerator), હિસ્ટોપેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એકસરે અને મેમોગ્રાફીથી લઇને સીટી સીમ્યુલેટર્સ, બ્રેકીથેરપી ઓપીડી તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર સુધીની સેવા પ્રદાન કરવા સજ્જ છે.
આ પણ વાંચો:- Surat: AAPના ઉત્સાહી કોર્પોરેટરે રાતોરાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરી નાખ્યું, થયો વિવાદ
આ છ માળમાં 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી કેન્સર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું (Cancer Multi Specialist Hospital) શિલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (Vice President M Venkaiah Naidu) કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જીવનમાં શેર નસ કેરનો મંત્ર અપનવો જોઈએ. કોવિડે તમામને હેલ્થનું મહત્વ શીખવાડ્યું. પ્રશ્ચિમ કલચરને મહત્વ આપવું નહિ અને દિવસમાં એકવાર કસરત કરવી જરૂરી છે. ભારતમાં અન્ય બીમારીઓથી 60 ટકા મૃત્યુ થાય છે. લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube