જૂનાગઢ : જિલ્લાના વિસાવદર ગામની સીમ વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં એક દાયકા અગાઉ બોરમાંથી છેલ્લા બે મહિનાથી પાણી ખુટી પડ્યું હતું. જેના કારણે ખેડૂતે આખરે આ બોર બંધ કરી દીધો હતો .જો કે ત્રણ દિવસ પહેલા આ બંધ બોરમાંથી અચાનક જ પાણીના ફુવારા છુટતા ખેડૂત પણ ચોંકી ઉઠ્યા હતા. ખેતર માલિક અને આસપાસના ખેડૂતો પણ આશ્ચર્યથી ચોંકી ઉઠ્યા હતા. હાલ તો ખેડૂતે ઉતારેલા પાણીના ફુવારાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Heart  Attack' and 'Angioplasty Surgery': આવું ગુજરાતમાં જ શક્ય બને! વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર સૌથી રિસ્કી ઓપરેશન પાર પાડ્યું, પછી...


હાલ ભરઉનાળામાં પડતા આકરા દાપ અને જમીન દોહનના માનવીય અભિગમના કારણે પાણીના તળ ખુબ જ નીચે ગયા છે. જેના કારણે બોર કરવા છતા પણ પાણી માંડ એકાદ બે વર્ષ સુધી જ ચાલે છે. ત્યાર બાદ ખેડૂતે ફરી નવો બોર બનાવવો પડશે. ઠેરઠેર પાણીની સમસ્યા ઉનાળા દરમિયાન જોવા મળે છે. ખાસ કરીને ઉનાળામાં તો સ્થિતિ ખુબ જ વિપરિત થતી રહે છે. તેવામાં પાણીના ફુવારાને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. 


આ જગ્યાએ જતા હોય તો સાવધાન! ગુજરાતનું આ સરોવર બની રહ્યું છે સુસાઇડ પોઇન્ટ! દર વર્ષે અસંખ્ય લોકો કરે છે આત્મહત્યા


ખેડૂતને આ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા અચાનક જ બોરમાંથી ખુબ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. ત્યાર બાદ અચાનક જ ખુબ જ પ્રેશર સાથે બંધ બોરમાંથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા. આ દ્રશ્યના કારણે ખેડૂત આશ્ચર્યમાં મુકાયાહ તા. આસપાસમાં પણ આ અંગે માહિતી મળતા લોકો અહીં ઉમટી પડ્યાં હતા. દર એકાતરા દિવસે અહીંથી પાણીના ફૂવારાઓ ઉડતા રહે છે. ડોઢથી બે કલાક સુધી પાણીના ફુવારા ઉડે છે અને પછી આપોઆપ બંધ થઇ જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube