ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરાનું અપહરણ કરનાર અશોકની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કણભામાં સગીરાને ખરીદનાર એજન્ટ ઝડપાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિલકતમાં હકથી લઈને ભરણપોષણ સુધી! જાણો શું છે વિધવા મહિલાઓના અધિકારો


હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો
હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પાલનપુરના ચહેરનું નામ ખુલ્યું છે. ચહેરે અત્યાર સુધી 8 છોકરીઓને વેચી હોવાનું સામે આવ્યું છે. ચહેર છોકરીઓને રાજસ્થાનમાં લઈ જઈને વેચતો હતો. 6 મહિના પહેલા 2022માં અમદાવાદની એક છોકરી ગુમ થઈ હતી. અસારવાની યુવતીનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરમાં વેચી હતી. ત્યારબાદ અમદાવાદની એક છોકરીને વેચી હતી જેને છોડાવવામાં આવી છે.


બળજબરીથી સંબંધ બાંધી પ્રેમીએ એવું કર્યું કે પ્રેમિકાએ ચીસ પાડી દીધી, સુરતની ઘટના


મહત્વનું છે કે, પોલીસે આ મામલે ચહેર, અમૃત સહિત ચાર એજન્ટોને ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ ગુજરાતની યુવતીઓનું અપહરણ કરીને રાજસ્થાન લઇ જતા હતા અને વેચી મારતા હતા. વર્ષ 2022માં અમદાવાદના અસારવાની સગીરાનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને તેને સુરેન્દ્રનગરમાં વેચી માર્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અગાઉ વેચવામાં આવેલી છોકરીને મુક્ત કરાવી પોલીસ સાથે મિલન કરાવ્યું હતું.


છોકરીની આવી અદાઓ પર લટ્ટું હોય છે છોકરા! આ 5 ગુણોવાળી છોકરી હોય છે સૌની પહેલી પસંદ


અશોક પટેલની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ
કણભામાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી અશોક પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપી અશોક મોજશોખ માટે કુટણખાના જવાની ટેવ બાદ હ્યુમન ટ્રાફિકિંગનું નેટવર્ક શરૂ કર્યું. અશોક પટેલની પત્ની તેના બે પુત્રો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા છે. અશોક ગરીબ અને ઝુંપડામાં રહેતી સગીરાઓને ટાર્ગેટ કરતો હતો.


આધુનિક ભારતના વિકાસમાં આ 4 ગુજરાતીઓનો સિંહફાળો, દરેકનું નામ લઈ શાહે ગણાવી સિદ્ધિઓ