નડિયાદ: ચાર ઇસમો પત્રકાર પર દંડો લઇને તુટી પડ્યાં અને...
નડિયાદના કનીપુરા પાસેથી પસાર થઇ રહેલા એક પત્રકાર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેના ખીચ્ચામાં રહેલા નાણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ પત્રકારનાં ખિસ્સામાં પડેલી અંદાજીત 6 હજાર જેટલી રકમ લઇ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
નડિયાદ : નડિયાદના કનીપુરા પાસેથી પસાર થઇ રહેલા એક પત્રકાર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેના ખીચ્ચામાં રહેલા નાણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ પત્રકારનાં ખિસ્સામાં પડેલી અંદાજીત 6 હજાર જેટલી રકમ લઇ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનાં 3 શહેરોનો સમાવેશ, જાણો અમદાવાદનો ક્રમાંક
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગિરધારીભાઇ સ્થાનિક સમાચારપત્રમાં પત્રકાર છે. સાંજે તેઓ પોતાનાં એક્ટિવા પર બજારમાંથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે કનીપુરા નાકા પાસે એક બાઇકે ટક્કર મારી હતી. ત્યાર બાદ તે બાઇક ચાલકે ગાળાગાળી કરીને મારામારી કરી હતી. અન્ય ત્રણ સ્થળો પણ ડંડા સાથે પત્રકાર પર તુટી પડ્યા હતા. પત્રકાર પડી જતા તેના ખીચામાં રહેલા 6 હજારથી વધારે નાણા લઇને ભાગી છુટ્યા હતા. હાલ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube