ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આ ચારેય ધારાસભ્યોને શપથ લેવડાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મોબાઇલનો બિન જરૂરી ઉપયોગ બંધ કરી આ કચ્છી યુવતિ બની UPSC ટોપર


ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને ટિકિટ આપી હતી તો તેમની કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા. ઊંઝા બેઠક પર ભાજપે આશાબેન પટેલને મેદાને ઉતાર્યાં હતા તો તેમની સામે કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. માણાવદર બેઠક પર કોંગ્રેસે તરફથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણીને ઉતારવામાં આવ્યા હતા.


વધુમાં વાંચો: અમદાવાદ: થોડા દિવસ આગ લાગેલી ચિલ્ડ્રન હોસ્પિટલને તંત્રએ BU પરમિશન રદ્દ કરી


ત્યારે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને તેની સામે કોંગ્રેસ તરફથી જયંતિ સભાયાને ટિકિટ આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક યોજાયેલી આ પેટાચૂંટણીમાં ભાજપના આ ચારેય સભ્યોએ જીત મેળવી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના આ ચારેય સભ્યો પાસેથી ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...