Surat News : સુરત એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપી પાડવામા આવ્યું છે. કેટલાક શખ્સો દૂબઇથી ગેરકાયદેસર રીતે સોનુ લઈને આવ્યા હતા. તમામ યુવકો પાટીદાર પરિવારોના છે. સોનાની દાણચોરી કરનારા આરોપીઓ સોનુ લાવનારે 25 હજાર રૂપિયા આપતા હતા. ત્યારે દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે તમામ યુવકોને પકડી પાડ્યા છે. જેના બાદ તેઓ સોનું ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે અંગે તપાસ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે, એરપોર્ટથી 4.29 કરોડથી વધુના 7.158  કિલો સાથે ચાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તમામ દુબઇથી દાણ ચોરી કરીને સોનું લાવતા હતા. ચારે શખ્સ મોટા વરાછા અને ઉતરાણના રહેવાસી છે. ફેનિલ માવાણી, નીરવ દાવરીયા, ઉમેશ લાલો દાવરીયા, સાવન રાખોલીયા નામના યુવકોની ધરપકડ કરવામા આવી છે. ચારેયની બે દિવસ પહેલા ડુમસ રોડના એસકે નગર ચોકડીથી ધરપકડ કરવામાં આવી છે. 


સોનાની દાણચોરી કરનારા આરોપીઓ સોનુ લાવનારને 25 હજાર રૂપિયા આપતા હતા. તેઓ પેસ્ટ સ્વરૂપમાં સોનું લાવતા હતા. આ પેસ્ટને અંડર ગારમેન્ટમાં રાખીને છુપાવીને લાવતા હતા. દુબઇથી ગોલ્ડ પાવડર લાવવામાં આવતુ હતું. જો આટલી માત્રામાં સોનું એરપોર્ટથી લાવે તો 36 ટકા કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. આમ, આ લોકો કસ્ટમ ડ્યુટી બચાવવાની ફિરાકમાં હતા. તો કેટલાક કેસમાં બુટની નીચે સોલ નીચે પણ છુપાવીને સોનું લાવવામાં આવતુ હતું. ટુરિસ્ટ વિઝા પર દુબઈ જતા હતા. 


આ ઘટના બાદ એરપોર્ટમાં લાગેલા સીસીટીવી ચકાસવામાં આવશે. છેલ્લા 6 મહિનાથી આરોપીઓ આ રીતે ટ્રીપ મારતા હતા. આરોપીઓ પાસેથી 4.3 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ માંથી 2 આરોપી કેરિયર છે અને 2 મોકલનારા છે. 


આ ગેંગ છેલ્લા 6 મહિનાથી એક્ટિવ હતી, આ લોકો મહિનામાં 5-6 ટ્રિપ મારતા હતા. કસ્ટમ ડ્યુટી ન ભરવી પડે એટલે  આ શખ્સો આવી રીતે દાણચોરી કરતા હતા. તેઓ કોના કહેવા પર દુબઈ જતા હતા અને સોનું કોણ મંગાવતું હતું આ મામલે હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે.