સુરત NH-48 પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, ક્રેઇનથી બહાર કઢાયા મૃતદેહ
અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં NH-48 પર આવેલી ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાઠળ ઝીંગા ભરેલું કેન્ટેનર ઘૂસી જતા 4ના મોત નિપજ્યા છે. ત્યારે આઈ.આર.બીની ટીમ અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી
કિરણસિંહ ગોહિલ, સુરત: અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં NH-48 પર આવેલી ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાઠળ ઝીંગા ભરેલું કેન્ટેનર ઘૂસી જતા 4ના મોત નિપજ્યા છે. ત્યારે આઈ.આર.બીની ટીમ અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહ બાહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- પૂર્વ નાયબ કલેક્ટર પાસેથી એસીબીની તપાસમાં મળી કરોડોની બેનામી સંપત્તિ
પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદથી મુંબઇ જવાના નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે સુરતના પીપોદરા ગામ નજીક રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ઝીંગા ભરેલું કન્ટેનર જોરદાર રીતે ભટકાયું હતું. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. તો બીજી તરફ ઝીંગા ભરેલા કન્ટેનરમાં બેઠેલા ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કન્ટેનરમાં બેઠેલા ચાર લોકોના મૃતદેહ ક્રેઇન વડે બહાર કાઢવા પડ્યા હતા.
આ પણ વાંચો:- 1.75 લાખ પગાર હોવા છતા સાયકલ પર નોકરી જતા આ ગુજરાતી શિક્ષણ માટે કરે છે દાન
જો કે, આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ આઈ.આર.બીની ટિમ, કામરેજની 108ની ટીમ અને પાલોદ પોલીસ પણ સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, પાલોદ પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. કલાકોની મહેમત બાદ કન્ટેનરમાં ફસાયેલા મૃતદેહો બહાર કાઝી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, નેશનલ હાઇવ-48 પર દિનપ્રતિદિન આ પ્રકારના અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે જે ચિંતા જનક છે.
જુઓ Live TV:-