સગાઈ કરી પરત ફરતાં પરિવારન કાળ ભરખ્યો! જામનગર-ખંભાળિયા હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત
ટ્રાફિકથી ધમધમતા જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો લોચો વળી ગયો છે. જ્યારે કારમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા
ઝી બ્યુરો/જામનગર: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે જામનગરના ખંભાળિયા હાઈ-વે પર બે ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળી રહ્યું છે કે, મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા ખંભાળિયા ગયો હતો. ત્યાંથી પરત આવતા ખટિયા ગામના પાટિયા પાસે કાળ ભરખી ગયો છે.
યુવરાજસિંહના તોડકાંડની તપાસ કરનાર PI જ મોટા ભ્રષ્ટાચારી નિકળ્યા! લાગ્યો મોટો આરોપ
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મોરબીમાં રહેતા ખાણધર પરિવારમાં પુત્રની સગાઈનો પ્રસંગ હતો. જેથી પરિવારના સભ્યો કારમાં સવાર થઈ ખંભાળિયા જવા નીકળ્યા હતા. જ્યાં સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ જામનગર તરફ આવતા ખટિયા ગામના પાટિયા પાસે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આજે જેની સગાઈ હતી તે ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી કુલ ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં બનાવાયું અમર કક્ષ, અંગદાતાઓની સ્મૃતિ લોકોને અંગદાન માટે પ્રેરશે!
ટ્રાફિકથી ધમધમતા જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો લોચો વળી ગયો છે. જ્યારે કારમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલસ દ્વારા જામનગર સારવાર માટે ખસેડ્યા હતા. અક્સમાતના પગલે ટ્રાફિકજામ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠમાં હવે અભ્યાસ કરવો મોંઘો પડશે,વિવિધ અભ્યાસક્રમોના ફીમાં કરાયો વધારો
ઈજાગ્રસ્તોના નામની યાદી
- ભૂદરભાઈ ખાણધર
- હેતવી નરેન્દ્રભાઈ ખાણધર
- ફલક પ્રવીણભાઈ હડીયલ
- નેહલ ચુનીલાલ હડીયલ