અજય શીલુ/પોરબંદર: શહેરના બોખીરા વિસ્તારમાં ગત 13 માર્ચના રોજ ભૂંડ પકડવાના મનદુ:ખને લઈને આરોપી દ્વારા પોતાના સગા ભાઈ પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરવાનો બનાવ બન્યો હતો. જેમાંથી બે રાઉન્ડ સતોકસિંગને લાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ કામના આરોપી પિતા પુત્રમાંથી મુખ્ય આરોપીને હથિયાર સાથે પોરબંદર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP: લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતના 3 યુવાનો સહિત 4 ડૂબ્યા, બેના મોત


પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવલે વાછરાડાડાના મંદિર નજીક રહેણાક વિસ્તારમાં ગત 13 માર્ચના રોજ ફાયરીંગની ઘટના સામે આવી હતી. જેમાં કેટલાક શખ્સો દ્વારા કોઈ કારણોસર સતોકસીંગ કરતારસીંગ દૂદાણી નામના આધેડ પર હથિયાર વડે 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.જેમાંથી 2 ગોળી સતોકસીંગને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 


નવરાત્રીમાં PM નરેન્દ્ર મોદી માતાજીને કેમ લખતા હતા પત્રો? આ એ સમયની વાત છે...


ફાયરીંગમાં ઈજા ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્ત સતોકસીંગના ભાઈ દ્વારા આરોપી રામસીંગ અને તેના પુત્ર વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ બાબતના જુના મનદુઃખને લઈને આ ફાયરિંગ થયાનો ફરિયદમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો.


સાહેબ મારા રૂપિયા ક્યારે ઉપડશે? ગુજરાત સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ્પ


આ કામનો આરોપી રામસીંગ તે ઈજાગ્રસ્ત સતોકસીંગનો સગોભાઈ હોવાનુ સામે આવ્યુ હતુ.પોલીસે આરોપી અને તેના પુત્રને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા એલસીબીએ આ આરોપીને ધરમપુર વિસ્તારમાંથી હથિયાર અને કાર સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી આ ગુનામાં વપરાયેલ હથિયાર સહિત વધારાનુ હથિયાર અને 9 જીવતા કારતુસ પણ મળ્યા હોવાનું સિટી ડિવાયએસપી જણાવ્યુ હતું. તેથી વધુ એક હથિયાર મળી આવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.


ગુજરાતમાં અહી છે 800 વર્ષ જુનું વાઘેશ્વરી મંદિર, બલી રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ


આ કામનો આરોપી રામસીંગ તો પોલીસને હાથે ઝડપાઈ ગયો છે. જો કે તેનો પુત્ર જેકી હજુ ફરાર છે તેને ઝડપી પાડવા માટે પોલીસ શોધખોળ કરી રહી છે આરોપીએ આ ફાયરિંગ ડુક્કર પકડવાને લઈને ભાઈઓ વચ્ચે ચાલતા વિવાદને લઈને જ કર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક જાણકારીમાં બહાર આવ્યુ છે અને આરોપી અને ઈજાગ્રસ્ત સતોકસીંગ બન્ને સગા ભાઈઓ જ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.


આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સતોકસીંગનો પણ ગુનાહીત ઈતિહાસ હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ તેના વિરુદ્ધ વડોદરામાં હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોધાયા છે હાલ તો પોલીસે આરોપી રામસીંગ આ હથિયારો ક્યાથી લાવ્યો હતો અને તેના દ્વારા અન્ય કોઈ ગુનામાં આ હથિયારનો ઉપોયોગ કર્યો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.


યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જાણો 9 દિવસનો સમગ્ર કાર્યક્રમ


ડુક્કર પકડવાના ઈજારો રાખવા બાબતે સગા ભાઈ દ્વારા જે રીતે જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. આ બનાવે શહેર ભરમાં ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે હાલ તો પોલીસે આ કામના મુખ્ય આરોપીને ઝડપી લઈ તેના પુત્રને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી છે. આરોપી પાસેથી આટલા હથિયાર સહિત કારતુસ ક્યાથી આવ્યા તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે, ત્યારે આ અંગે વધુ ખુલાસા તો પોલીસની વધુ તપાસ બાદ જ સામે આવી શકશે.