જય પટેલ/ઉમરગામ: નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા. મૂળ ઉમરગામના 4 યુવકોને મલેશિયામાં બંધક બનાવી પાકિસ્તાની યુવકે તેમના પરિવાર પાસે ખંડણી માંગી હતી. બંધક બનાવ્યા બાદ યુવકોના પરિવાર પાસેથી 50 હજાર એજન્ટની પત્નિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ યુવકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 


ઊંચા પગારની આપવામાં આવી હતી લાલચ 
ચંદીગઢના એજન્ટે ઊંચા પગારની લાલચ આપી યુવકોને મલેશિયા મોકલ્યા હતા. પરંતુ યુવકોને અન્ય જગ્યાએ કામ કરાવતા યુવકોએ વિરોધ કર્યો હતો જેથી અમજત ખાન નામના પાકિસ્તાનના ઇસમે ચારેય યુવકને બંધક બનાવી પૈસાની માંગ કરી હતી. યુવકોના પરિવારે એજન્ટની પત્નિના ખાતામાં 50 હજાર રૂપિયા જમા કરાવ્યા બાદ છુટકારો મળ્યો હતો. ભોગ બનેલા યુવકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ગુજરાતના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરના પ્રયાસથી વિદેશ મંત્રાલયની મધ્યસ્થી દ્વારા 4 યુવકો મુક્ત થયા હતા.