પોરબંદરઃ પોરબંદર નગરપાલિકા કચેરીમાં ચાર લોકોએ ઝેરી દવા પીવાની ઘટના સામે આવી છે. આ ચારેય લોકો ચાઇનીઝની રેકડી ચલાવે છે. રેકડીની જગ્યા બાબતે તેઓ પાલિકામાં રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન રેકડી ધારકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જગ્યાના મુદ્દે સમાધાન ન થતા ચાર રેકડી ધારકોએ ઝેદી દવા ગટગટાવી લીધી હતી. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, પોરબંદર નગરપાલિકા દ્વારા આ લોકો જે જગ્યાએ રેકડી રાખતા હતા તે જગ્યાને વોકિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેથી આ મામલો ગરમાયો હતો. જે ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો તેમાં જીતેન્દ્ર સલેટ, વાવન કાના બાદરસાહી, ઇસુબ સોલંકી અને કલ્પેશ સોલંકીનો સમાવેશ થાય છે.