જામનગરથી ચોથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના, રિલાયન્સ દ્વારા 5 ટેન્કર દિલ્હી મોકલાયા
જામનગરના હાપા ગુડ્સ શેડથી ચોથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ ગઈ છે. રિલાયન્સ દ્વારા આજે 5 મે 2021 ના રોજ રાજકોટ વિભાગના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે 5 ઓક્સિજન ટેન્કર સવારે 04.45 વાગ્યે માલ ટ્રેનમાં રવાના કરાયો હતા
જામનગર: જામનગરના હાપા ગુડ્સ શેડથી ચોથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ ગઈ છે. રિલાયન્સ દ્વારા આજે 5 મે 2021 ના રોજ રાજકોટ વિભાગના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે 5 ઓક્સિજન ટેન્કર સવારે 04.45 વાગ્યે માલ ટ્રેનમાં રવાના કરાયો હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા આ ઓક્સિજન ટેન્કરોમાં કુલ 103.64 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન મોકલવામાં આવ્યો છે. આ ટ્રેન તેના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે 1230 કિમીનું અંતર કાપશે. આ ઓક્સિજન ટેન્કરોથી પૂરા પાડવામાં આવેલા ઓક્સિજન દર્દીઓ દ્વારા ઉપયોગ માટે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોની કોવિડ કેર હોસ્પિટલોમાં લઇ જવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube