અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મેગાસીટી હવે સ્માર્ટસિટી બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સ અને ભારત સરકાર વચ્ચે થયેલા કરાર અંતર્ગત અમદાવાદ શહેરને મોબીલાઇઝ યોર સિટી માટેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. જે બાદ હવે અમદાવાદ શહેરના જાહેર પરીવહન ક્ષેત્રે ફ્રાન્સના નિષ્ણાંતોની સેવા અને ફ્રાન્સની અદ્યતન ટેકનોલોજીની મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે જ ફ્રાન્સની અગ્રણી બેંક એએફડી દ્વારા પણ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ એક પછી એક તબક્કો પસાર કરી રહ્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમ્યાન ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય અને ફ્રાન્સ સરકાર વચ્ચે કરાય થયો હતો.


વધુમાં વાંચો...ગે બોયફ્રેન્ડને પામવા માટે લંડનના ગુજરાતી યુવકે કરી પત્નીની હત્યા, આજીવન કેદ થઈ


જે અંતર્ગત ફ્રાન્સની એએફડી બેંક દ્વારા ભારતના અમદાવાદ, કોચી અને નાગપુર શહેરની મોબાલાઇઝ યોરી સિટી માટે પસંદગી થઇ છે. જે બાદ હવે ભારતને જાહેર પરીવહન, ઇલેક્ટ્રીક મોબીલીંગ સહીતના ક્ષેત્રે ફ્રાન્સના નિષ્ણાંતોની મદદ મળશે. જેનો લાભ શહેરને આવાનાર 3 વર્ષ સુધી મળશે. જેની સમગ્ર રૂપરેખા આગામી 2 મહીનામાં તૈયાર કરીને તેનો અમલ કરવામાં આવશે.