મૌલિક ધામેચા/અમદાવાદ: નામચીન ફાર્મા કંપનીનાં બનાવટી બિલ બનાવી દવાઓનું વેચાણ કરનાર કંપની સામે છેતરપિંડીની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જોકે કંપની તરફથી મળેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. પકડાયેલ આરોપી અને તેની માતાએ કંપનીના ખોટા દસ્તાવેજો ઉભા કરી લાખોનું ટર્નઓવર કરેલું હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બિલ્લી પગે કોરોના થઈ રહ્યો છે વિકરાળ, આજના પોઝિટીવ કેસ તમારી કરશે ઉંઘ હરામ


પોલીસ કસ્ટડીમાં ઉભેલા શખ્સનું નામ ઋષિન દેસાઈ છે. આરોપી ઋષિન દેસાઈ અને તેની માતા પર 25 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જે કેસમાં નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી. પકડાયેલ આરોપી ટૂંક સમયમાં કરોડપતિ બનવાના સપનામાં દેખનાર ઋષિને પોતાની માતા ફાલ્ગુની બેન દેસાઈ ના નામે ખોટી કંપની ઊભી કરી હતી અને જય ફોર્મ્યુલેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ખોટા ડોક્યુમેન્ટ બનાવી જય ફોર્મ્યુલેશનના નામે નાઈજિરિયન સહિતના અલગ અલગ દેશોમાં દવાઓ આપવાનું શરૂ કરી કરોડો રૂપિયાનું ટર્નઓવર શરૂ કરેલું. જોકે જય ફોર્મ્યુલેશન ના માલિકને નાઈઝિયાની એક કંપની થકી જાણ થતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી ઋષિન દેસાઈ અને કંપનીના ડાયરેક્ટર ફાલ્ગુની દેસાઈ સામે ગુનો નોંધાવતા પોલીસે ધરપકડ કરી લીધી છે.


વાંસદામાં ફૂલ જેવડી બે બાળકોની હત્યા કરી દંપતીએ ફાંસો ખાઈ લીધો, 4 મોતથી ગામમાં શોક


આરોપી ઋષિન દેસાઈની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે છેલ્લા 2 વર્ષ થી મારુતિ ફાર્મા નામની કંપની ચલાવતો અને જય ફોર્મ્યુલેશન નામની કંપની ને દવા આપતા હતા. પરંતુ જય ફોર્મ્યુલેશન દ્વારા કઈક કારણો સર દવા લેવાનું બંધ કર્યું હતું. જોકે આરોપી ઋષિને પોતાનો ધંધો ચાલે તે માટે જય ફોર્મ્યુલેશનના નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી દેશ વિદેશમાં રહેલા ડીલરો ને દવા આપવાનું ચાલુ રાખ્યું હતું. અત્યાર સુધીમાં આરોપીએ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી જય ફોર્મ્યુલેશન કંપની ના માલિકો સાથે 25 લાખ રૂપિયાની ઠગાઈ આચરી ચૂક્યો છે. 


વિધર્મી યુવકે યુવતીને ફસાવી: ધંધામાં પાર્ટનર બનાવી યુવતી સાથે માણ્યું શરીરીસુખ, પછી.


હાલ નવરંગપુરા પોલીસે આરોપી ઋષિન દેસાઈની ધરપકડ કરી માતા ફાલ્ગુની દેસાઈની પૂછપરછ શરૂ કરી છે. એટલું જ નહિ સમગ્ર ચીટીંગ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? અને અન્ય કોઈ કંપની સાથે છેતરપિંડી આજ પ્રકારે મોડેશ ઓપરેન્ડીથી ચિટિંગ કર્યું છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.