નિલેશ જોશી/દમણ :  સંઘ પ્રદેશ દમણની પોલીસના હાથે એક એવી મહાઠગ ગેંગ હાથમાં લાગી છે. આ ઠગ ગેંગના તમામ સાગરીતોએ 50 હજાર રૂપિયાની ફી ભરી અને ઠગાઈની ટ્રેનીંગ લીધી છે. ટ્રેનિંગ બાદ વિમાનમાં ઠગાઈ કરવા અન્ય રાજ્યોમાં જતા અને ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા ચાંઉ કરી જતા હતા. તો આવો આપને બતાવીએ કોણ છે આ મહાઠગ ગેંગ જેને હજારો રૂપિયાની ફી ભરી અને ઠગાઈની ટ્રેનિંગ લીધી છે. ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા હડપ કરી જતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ, સરકાર માટે હા પાડે તો હાથ કપાય ના પાડે તો નાક કપાય તેવી સ્થિતી


સંઘપ્રદેશ દમણ પોલીસના જાપ્તામાં બેસેલા ચાર નવયુવકોને જોઈને આપને પણ નવાઈ લાગતી હતી. આટલી નાની ઉંમરમાં આ લોકોએ એવો તો કયો ગુનો કર્યો છે કે જે પોલીસ કાફલા વચે ઘેરાઈ અને આવી રીતે બેસવાનો વારો આવ્યો છે. આપ જાણીને ચોંકી જશો કે, આ તમામ ચારેય આરોપીઓ 21 થી 30 વર્ષની ઉંમરના છે. આ નવયુવાનોને શોર્ટ કટમાં પૈસા કમાવવાનો ચસ્કો લાગ્યો હતો. માસૂમ લાગતા આ ચહેરાઓ પાછળ ચાલાક દિમાગ છે. જેઓ ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા ચાંઉ કરી જતા હતા. આપને જણાવીએ કે આ આરોપીઓ મૂળ બિહારના ગયા જિલ્લાના છે. જેઓ દમણના અનેક લોકોની જાણ બહાર જ તેમના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ તેમના ખાતામાંથી ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા સફાચટ કરી જતા હતા. 


GUJARAT CORONA UPDATE: નવા 1035 દર્દી, 1321 રિકવર થયા, 4 લોકોનાં નિપજ્યાં મોત


દમણ પોલીસને  છેલ્લા કેટલાક દિવસોથી દમણના કેટલાક લોકોના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ સુરત અને આસપાસના વિસ્તારના atm મશીનોમાંથી બારોબાર રૂપિયા ઉપડી જતા હોવાની ફરિયાદો મળી રહી હતી. દમણ પોલીસને છેલ્લા એક જ મહિનામાં આવી 4 ફરિયાદો મળતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. થોડા જ સમયમાં દમણ પોલીસની મહેનત રંગ લાવી. દમણ પોલીસે સુરતના સચિન વિસ્તારમાંથી આ ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા. દમણ પોલીસે અત્યાર સુધી આ ગેંગ પાસેથી એટીએમ મશીનમાં ફીટ કરી એટીએમ કાર્ડનો ડેટા કોપી કરવાનું વિશેષ સ્કિમર મશીન, મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ રિડર અને રાઇટર, જુદી જુદી બેંકના 39 જેટલા બ્લેન્ક એટીએમ કાર્ડ, 12 મોબાઈલ, 1 મોટરસાયકલ, રૂપિયા 1 લાખ 44 હજાર 900 રોકડા અને 50 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ હાલ સુરત રહે છે. જોકે મૂળ બિહારના  ગયા જિલ્લાના રહેવાસી છે. પ્લેન પકડી  સુરત અને ત્યાર બાદ  દમણ માં  ઠગાઈ કરવા આવ્યા હતા.


અનાજ માફિયા બેખોફ: જાહેર માર્ગ પર અનાજ કરી રહ્યા હતા સગેવગે અને અચાનક પોલીસ આવી ચડી


ઝડપાયેલા આરોપીઓની યાદી પર એક નજર... 
* સુભાષ કુમાર શર્મા (ઉંમર વર્ષ 29) રહે.પદુમચક જિલ્લો : ગયા ,બિહાર 
* સુરજ કુમાર સિંહ (ઉંમર  વર્ષ 21) ગામ : દોહારી  જિલ્લો : ગયા , બિહાર 
* પ્રેમશંકર કુમાર સિંહ (ઉંમર 25 વર્ષ) ,ગામ: પદુમચક  જિલ્લો :ગયા  ,બિહાર 
* શિવપૂજન રમેશસિંહ શર્મા (ઉંમર 45 વર્ષ) ગામ : પુરા  ,જિલ્લો :ગયા  ,બિહાર 


સરકારી કર્મચારી આનંદો! આર્થિક સંકડામણ છતા ગુજરાત સરકાર ચુકવશે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું


આ ગેંગ મોટેભાગે  એકાંત વિસ્તારમાં હોય અને સિક્યુરિટી ગાર્ડ ના હોય એવા એટીએમ મશીનોને ટાર્ગેટ બનાવી અને આ ગેંગના સાગરિતો મોકો મળતાં આવા એકાંત વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાં ઘુસી અને માત્ર બેથી ત્રણ મિનિટમાં જ એટીએમ મશીનના સ્ક્રીન ના કાચ ખોલી અને તેમાં પોતાની સાથે રાખેલું એક વિશેષ સ્ક્રીમર મશીન એટીએમ મશીનમાં ફીટ કરી દેતા હતા. અને ત્યારબાદ જે કોઈ ગ્રાહક તે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા આવે એ વખતે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા આવેલો ગ્રાહક તેનું એટીએમ કાર્ડ મશીનમાં નાખે એ વખતે આ ગેંગએ  પહેલાથી જેથી એ મશીનમાં ફીટ કરેલા સ્કિમર મશીનમાં તે ગ્રાહકના એટીએમ કાર્ડની તમામ વિગતો કોપી થઇ જતી હતી. ત્યારબાદ મોકો મળતાં જ ફરી પાછા એટીએમ મશીન ખોલી  અને તેઓએ ફીટ કરેલા સ્કીમર મશીનને બહાર કાઢી ત્યાર બાદ ઘરે જઈએને મશીનને લેપટોપ સાથે જોડી અને કેટલાક વિશેષ સોફ્ટવેરની મદદથી તે ગ્રાહકોના એટીએમ કાર્ડની વિગતોને બીજા એટીએમ કાર્ડ માં કોપી કરી લેતા હતા. ત્યારબાદ  ગ્રાહકના ખાતામાંથી તેની જાણ બહાર અને તેના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા સફાચટ કરી જતા હતા. 


ગુજરાતીઓ માટે સૌથી મોટી અને ગર્વની ખબર, ZEE 24 કલાકને મળ્યા 7 રાષ્ટ્રીય એવોર્ડ


દમણ પોલીસે આ ચારેય મહાઠગ આરોપીઓની ધરપકડ કરી  દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આવી જુદી જુદી ચાર ઠગાઈની ફરિયાદના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ મહાઠગ ગેંગ'માં કોઈ વિશેષ અભ્યાસ કરેલો નથી. પરંતુ શોર્ટકટમાં લાખો રૂપિયા કમાવા માટે આ આરોપીઓએ બિહારમાં કોઈ જગ્યાએથી એટીએમ મશીનોમાંથી આવી રીતે ઠગાઇ કરવા માટે વિશેષ  ટ્રેનિંગ પણ  લીધી હતી. આવી ટ્રેનિંગ લેવા આ ગેંગના તમામ સાગરીતોએ 50 હજાર  50,000 રૂપિયા ફી પણ ભરી ઠગાઇ કરવાના પાઠ શીખ્યા હતા. ત્યારબાદ જાણીને ચોંકી જશો કે આ ઠગો બિહારથી વિમાનમાં મુસાફરી કરી ઠગાઈ કરવાજ અન્ય રાજ્યોમાં નીકળી પડતાં હતાં. 


મંત્રી કુમાર કાનાણીના પુત્રએ સોસાયટીના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા, સગવડના નામે ધાંધીયા


આમ દમણ પોલીસે એક જ ઝાટકે મૂળ બિહારના ગયા જિલ્લાની આ એટીએમ ઠગ ગેંગને  ઝડપી અને અત્યાર સુધી દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4  ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જો આપ જો એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે આપનાથી થોડી પણ  સાવધાની હટી તો આપની સાથે પણ આવી દુર્ઘટના ઘટી શકે છે. આપના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ આપના બેન્ક ખાતામાંથી ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા સફાચટ થતા વાર નહિ લાગે. આથી સિક્યુરિટી વિનાના એટીએમ મશીન નો ઉપયોગ ન  કરવો હિતાવહ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube