રવિ અગ્રવાલ/વડોદરા: કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલ દ્વારા કરોડોની છેતરપિંડીનો મામલે ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલની 57.23 કરોડની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત કરાઈ છે. તેની જાણકારી ઇડી દ્વારા સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી આપવામાં આવી છે. જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કલ્પેશ પટેલની પ્રોપર્ટી ટાંચમાં લેવાની જાહેરાત કરાઇ હતી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે અલ્હાબાદ બેંકે કેમરોક કંપનીના એમડી કલ્પેશ પટેલ વિરુદ્ધ રૂપિયા 443 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કલ્પેશ પટેલ પર કરોડો રૂપિયાના અન્ય એક છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2019 માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી કલ્પેશ પટેલની ધરપકડ પણ કરાઇ હતી. આ સિવાય કંપની પર વર્ષ 2007 અને વર્ષ 2011 વચ્ચે ખાનગી બેંકમાંથી લીધેલી રૂપિયા 140 કરોડની લોનમાં ડિફેલ્ટ થવાનો આરોપ હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube