વિદેશ વાંછુકોને વિઝાના ફેક લેટર પધરાવી લાખોની છેતરપિંડી, નરોડા પોલીસે માસ્ટરમાઈન્ડને ઝડપ્યો!
આરોપીએ ફરજી વિઝિટર વિઝા લેટર આપીને લાખોની ઠગાઈ આચરી હોવાના આરોપસર નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે નકલી વિઝા કૌભાંડ રેકેટમા સામેલ અન્ય આરોપીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
મૌલિક ધામેચા /અમદાવાદ: વિદેશ મોકલવાના સપના દેખાડીને 13.40 લાખની ઠગાઈ કરનાર એજન્ટની નરોડા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ફરજી વિઝિટર વિઝા લેટર આપીને લાખોની ઠગાઈ આચરી હોવાના આરોપસર નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે નકલી વિઝા કૌભાંડ રેકેટમા સામેલ અન્ય આરોપીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમા રહેલા આરોપીનું નામ ભવદીપ ગઢવી છે. જે વિદેશ વાંછુકોને વિદેશ મોકલવાના નામે રૂપિયા પડાવવાનું કામ કરતો. હાલમાં જ નરોડા પોલીસ સ્ટેશનમાં દસ્કરોઈમા રહેતા યુવકે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ વિદેશ જવાની ઘેલછામા આરોપી ભવદીપ ગઢવીનો સંપર્ક કર્યો અને ભવદીપે ફરિયાદી યુવકને ઓસ્ટ્રેલિયા અને કેનેડા મોકલવામા સપના બતાવ્યા બાદમાં ટુરીસ્ટ વિઝાની પ્રોસેસના નામે યુવક સાથેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
પહેલી વખત આરોપી ભવદીપે ઓસ્ટ્રેલીયાના વિઝીટર વિઝા 13 માર્ચ 2020થી 13 માર્ચ 2022 સુધીના મળ્યા હોવાનો લેટર ફરિયાદીને આપ્યો. પરંતુ યુવકે એમ્બેસીમા લેટર અંગે તપાસ કરી તો તે ફેક હોવાનુ ખુલ્યુ. જેથી યુવકે નરોડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી.
કબુતરબાજીના રેકેટમા હાલ તો એક જ એજન્ટનો પ્રર્દાફાશ થયો. આરોપી ભવદીપે રૂપિયા 15 લાખમા વિઝા આપવાની લાલચ આપી હતી. અને રોશનેક ગ્વાઈઝડોર ઈન્ટરનેશનલ પ્રા લી કોલ્લમ કેરાલાનો 2019નો સુમા ઓમાના નામના મેનેજીગ ડાયરેકટરની સહીવાળો લેટર આપ્યો. ઓસ્ટ્રેલીયાના ટુરીસ્ટ વિઝાની પ્રોસેસરના નામે રૂ 13.40 લાખ રૂપિયા પડાવ્યા.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
આ એજન્ટ છેલ્લા ત્રણ વર્ષથી વિઝાનુ રેકેટ ચલાવતો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે કબુતરબાજીના આ રેકેટમા એજન્ટ ભવદીપ ગઢવી સાથે અન્ય લોકોની સંડોવણી સામે આવી છે.નરોડા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ શરૂ કરી છે.